News Continuous Bureau | Mumbai
Ahmedabad MEMU Trains: પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર સીસી એપ્રોન રીપેરીંગ કામ માટે 30 દિવસ માટે પ્રસ્તાવિત બ્લોકના કારણે કેટલીક પેસેન્જર/મેમૂ ટ્રેનો પ્રભાવિત રહેશે. જેમની વિગતો નીચે પ્રમાણે છે :
Ahmedabad MEMU Trains: રદ ટ્રેનો
- તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી ટ્રેન નંબર 09274 અમદાવાદ-આણંદ મેમૂ પૂર્ણપણે રદ રહેશે.
Ahmedabad MEMU Trains: આંશિક રૂપે રદ ટ્રેનો ( Western Railway )
- તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી ટ્રેન ( Passengers Train ) નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમૂ આણંદ અને અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
- તારીખ 14.12.2024 થી 12.01.2025 સુધી ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમૂ અમદાવાદ અને આણંદ વચ્ચે આંશિક રદ રહેશે.
- તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ મેમૂ આણંદ અને અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
- તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
- યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કરીને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.
આ સમાચાર પણ વાંચો : Maharashtra politics : મહારાષ્ટ્રના રાજકારણમાં નવો ટ્વીસ્ટ, દેવેન્દ્ર ફડણવીસ-અજિત પવારની દિલ્હીની મુલાકાતે, કેબિનેટ વિસ્તરણ પર ચર્ચા, શિંદે કેમ ન ગયા?
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

