News Continuous Bureau | Mumbai
Special Train : યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં 26 જુલાઈ 2024 ના રોજ ચાલનારી અમદાવાદ-પટના વન વે સ્પેશિયલ ટ્રેનને ( Ahmedabad-Patna One Way Special Train ) મુજફ્ફરપુર સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે પ્રમાણે છે :
Special Train : ટ્રેન નંબર 09413 અમદાવાદ-મુજફ્ફરપુર વન વે સ્પેશિયલ
ટ્રેન નંબર 09413 અમદાવાદ-મુજફ્ફરપુર સ્પેશિયલ 26 જુલાઈ 2024 શુક્રવારના રોજ અમદાવાદથી ( Ahmedabad ) 16.35 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસે 09.30 કલાકે મુજફ્ફરપુર ( Muzaffarpur ) પહોંચશે.
માર્ગમાં આ ટ્રેન નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ભવાની મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગરા ફોર્ટ, ટૂંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, અયોધ્યા કેન્ટ, અકબરપુર, વારાણસી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર, આરા, દાનાપુર, પાટલીપુત્ર અને હાજીપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 20 કોચ સ્લીપર ક્લાસ અને એક કોચ જનરલ ક્લાસનો હશે.
આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024: આજે પેરિસ ઓલિમ્પિક્સનું ભવ્ય ઓપનિંગ, પહેલીવાર ઓપનિંગ સેરેમની કોઈ સ્ટેડિયમમાં નહીં થાય, ઈવેન્ટ આ ખાસ નદી પર યોજાશે.. જાણો વિગતે..
ટ્રેન નંબર 09413 નું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર ચાલુ છે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.