Site icon

Summer Special Train : રેલયાત્રીઓને હવે નહીં થાય અસુવિધા, પશ્ચિમ રેલવે કરશે વધુ 3 જોડી હોળી અને સમર સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન…

Summer Special Train : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા હોળી અને ઉનાળા દરમિયાન તેમની યાત્રા માંગને પૂરી કરવાના ઉદ્દેશથી અમદાવાદ મંડળ થઈને વિશેષ ભાડા પર વધુ 3 જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Summer Special Train Western Railway will operate 3 more pairs of Holi and Summer Special trains…

Summer Special Train Western Railway will operate 3 more pairs of Holi and Summer Special trains…

News Continuous Bureau | Mumbai

Summer Special Train : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા હોળી અને ઉનાળા દરમિયાન તેમની યાત્રા માંગને પૂરી કરવાના ઉદ્દેશથી અમદાવાદ મંડળ થઈને વિશેષ ભાડા પર વધુ 3 જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે :

Join Our WhatsApp Community
  1. ટ્રેન નંબર 04714/04713 બાન્દ્રા ટર્મિનસ-બીકાનેર સ્પેશિયલ (અઠવાડિક) (08 ફેરા)

ટ્રેન નંબર 04714 બાન્દ્રા ટર્મિનસ-બીકાનેર સ્પેશિયલ દર શુક્રવારે બાન્દ્રા ટર્મિનસથી 16.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.30 કલાકે બીકાનેર પહોંચશે. આ ટ્રેન 7 થી 28 માર્ચ, 2025 સુધી ચાલશે. આ જ રીતે ટ્રેન નંબર 04713 બીકાનેર-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ દર ગુરૂવારે બીકાનેરથી 15.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.40 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 6 થી 27 માર્ચ, 2025 સુધી ચાલશે.

આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, ઉધના, વડોદરા, આણંદ, નડિયાદ, સાબરમતી, મહેસાણા, ભીલડી, રાણીવાડા, મારવાડ, ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડી, લૂણી, જોધપુર, મેડતા રોડ, નાગૌર અને નોખા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેક્ન્ડ ક્લાસ કોચ હશે. 

  1. ટ્રેન નંબર 04828/04827 બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ (અઠવાડિક) (08 ફેરા)

ટ્રેન નંબર 04828 બાન્દ્રા ટર્મિનસ – ભગત કી કોઠી સ્પેશિયલ દર રવિવારે બાન્દ્રા ટર્મિનસથી 10.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.30 કલાકે ભગત કી કોઠી પહોંચશે. આ ટ્રેન 9 થી 30 માર્ચ, 2025 સુધી ચાલશે. આ જ રીતે, ટ્રેન નંબર 04827 ભગત કી કોઠી – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ દર શનિવારે ભગત કી કોઠી થી 11.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.25 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 8 થી 29 માર્ચ, 2025 સુધી ચાલશે. 

આ સમાચાર પણ વાંચો : Western Railway : અમદાવાદ મંડળના આદરજ મોટી સ્ટેશન પર 10 માર્ચ 2025 ના રોજ લેવાશે બ્લોક, આ ટ્રેનો થશે રદ્દ ; જુઓ યાદી..

આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, ઉધના, ભરૂચ, વડોદરા, સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, પાલી મારવાડ અને લૂણી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, એસી 3-ટિયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને જનરલ સેક્ન્ડ ક્લાસ કોચ હશે. 

  1. ટ્રેન નંબર 04826/04825 બાન્દ્રા ટર્મિનસ – જોધપુર સુપરફાસ્ટ સ્પેશિયલ (અઠવાડિક) (6 ફેરા) 

ટ્રેન નંબર 04826 બાન્દ્રા ટર્મિનસ – જોધપુર સુપરફાસ્ટ સ્પેશિયલ બાન્દ્રા ટર્મિનસથી દર મંગળવારે 11.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.00 કલાકે જોધપુર પહોંચશે. આ ટ્રેન 11 થી 25 માર્ચ, 2025 સુધી ચાલશે. આ જ રીતે, ટ્રેન નંબર 04825 જોધપુર – બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ દર સોમવારે જોધપુરથી 17.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.30 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 10 થી 24 માર્ચ, 2025 સુધી ચાલશે.

આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, ઉધના, ભરૂચ, વડોદરા, સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, પાલી મારવાડ અને લૂણી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટિયર અને સ્લીપર ક્લાસ કોચ હશે. 

ટ્રેન નંબર 04714 નું બુકિંગ ચાલુ છે તથા ટ્રેન નંબર 04828 અને 04826 નું બુકિંગ 8 માર્ચ, 2025 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેનરૂપે ચાલશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Fake TTE: જનરલ કોચમાં મુસાફરોને ગુમરાહ કરનાર નકલી ટીટીઈ ઝડપાયો
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Civil Hospital Ahmedabad: બ્રેઇન ડેડ ભાઈના અંગદાનથી બહેનનો કરુણામય નિર્ણય : સિવિલ હોસ્પિટલમાં 210મું અંગદાન, અનેકને મળ્યું નવજીવન
Ahmedabad Civil Hospital: સિવિલના તબીબોની ૧૧ કલાકની અથાક મહેનતે આપ્યું ૧૧ પીડિતોને નવજીવન!!
Exit mobile version