Swagat Program: અમદાવાદ જિલ્લામાં જાન્યુઆરી માસનો તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

Swagat Program: તા. 22/01/25ના રોજ તાલુકા કક્ષાનો તથા તા. 23/01/25ના રોજ જિલ્લા કક્ષાનો 'સ્વાગત' કાર્યક્રમ યોજાશે

by Akash Rajbhar
Swagat Program Taluka and district level 'Swagat Grievance Redressal Program' will be organized in Ahmedabad district in January

News Continuous Bureau | Mumbai

  • જિલ્લા કક્ષાના ‘સ્વાગત’ કાર્યક્રમ માટે અરજદારો પોતાના પ્રશ્નો તા. 10/01/25 સુધીમાં જિલ્લા કલેક્ટરશ્રીને મોકલી આપવા અનુરોધ

Swagat Program: રાજ્ય સરકાર દ્વારા લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ દર મહિને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો  : BIS Quiz Competition : બીઆઈએસની ક્વિઝ કોમ્પિટિશન માં અમદાવાદની બે વિજેતા વિદ્યાર્થિનીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એનાયત કર્યો એવોર્ડ

આ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પણ જાન્યુઆરી મહિનાનો તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે. આગામી તા. 22/01/25ના રોજ તાલુકા કક્ષાનો તથા તા. 23/01/25ના રોજ જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે.

આ સ્વાગત કાર્યક્રમ થકી અરજદારોના પ્રશ્નોનું ત્વરિત હકારાત્મક રીતે નિવારણ કરવામાં આવશે.

અધિક નિવાસી નાયબ કલેકટરશ્રી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ જિલ્લા કક્ષાના ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ માં ભાગ લેવા માંગતા અરજદારો પોતાના પ્રશ્નો તા. 10/01/25 સુધીમાં જિલ્લા કલેક્ટરશ્રીને મોકલી આપવા અનુરોધ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More