News Continuous Bureau | Mumbai
Ahmedabad Railway Inspection: પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રએ 19 ડિસેમ્બર, 2024ના રોજ અમદાવાદ મંડળ ના સામાખ્યાલી-રાધનપુર-ભીલડી સેક્શનનું સંરક્ષા નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન, શ્રી મિશ્રએ આ સેક્સન માં સુરક્ષા અને સંરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કામોની સ્થિતિ, સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ અને અન્ય વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.આ નિરીક્ષણમાં, તેમની સાથે પ્રમુખ વિભાગાધ્યક્ષ, મંડળ રેલ પ્રબંધક અમદાવાદ શ્રી સુધીર કુમાર શર્મા, મંડળના શાખા અધિકારી અને અમદાવાદ મંડળ ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નિરીક્ષણ દરમિયાન શ્રી મિશ્રએ સામાખ્યાલી-ભીલડી સેક્સનમાં રેલવે ટ્રેક, લેવલ ક્રોસીંગ, મહત્વના અને નાના પુલો, પોઈન્ટસ, સેક્શનમાં કર્વ્સ, ક્રોસીંગ વગેરેનું સુરક્ષાના ધોરણો મુજબ સેક્સનનું ઝીણવટભર્યુ નિરીક્ષણ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : World Meditation Day: 21 ડિસેમ્બર ‘વર્લ્ડ મેડિટેશન ડે’ નિમિત્તે હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા નિ:શુલ્ક ધ્યાન સત્રોનું આયોજન
જનરલ મેનેજર શ્રી મિશ્રએ સામાખ્યાલી સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટ ના કામોની સમીક્ષા કરી હતી આ ઉપરાંત તેમણે લાકડીયા રેલવે સ્ટેશન, રેલવે કોલોની લાકડીયા સામાખ્યાલી – રાધનપુર ની વચ્ચે એલસી નં. 196, કર્વ નં. 33, આરયુબી નં. 218 A, નોન ઇન્ટરલોકિંગ એલસી નં. 162, ગરમડી સ્ટેશન, મેજર બ્રિજ નં. 116 અને ગેંગ ટીએમએમજી II નું નિરીક્ષણ કર્યું. દેવગામ-જસાલી ની વચ્ચે 120 કિમી પ્રતિ કલાકની સ્પીડ ટેસ્ટ પણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.
જનરલ મેનેજર શ્રી મિશ્રએ ભીલડી સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન રિડેવલપમેન્ટ કામ, પેસેન્જર સુવિધાઓ, રનિંગ રૂમ, ક્રૂ લોબી, રેલવે કોલોની, હેલ્થ યુનિટ, એઆરએમઈ, આરપીએફ પોસ્ટ અને રેલવે કોલોનીનું નિરીક્ષણ કર્યું હતું.
આ દરમિયાન જનરલ મેનેજરે સામાખ્યાલી અને ભીલડી સ્ટેશન પર જનપ્રતિનિધિઓ, યુનિયન અને એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો અને તેમના સૂચનો સાંભળ્યા હતા અને નિવેદન સ્વીકાર્યું હતું અને ઉત્તમ કામગીરી કરનાર રેલવે કર્મચારીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.