Site icon

અમદાવાદમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી જ રહ્યો છે, સવારના 10 વાગ્યાથી જ ગરમી અને બફારાનું પ્રમાણ વર્તાયું

અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.1ડિગ્રી વધીને સિઝનમાં પ્રથમવાર 41.9 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને 26 ડિગ્રીએ હતું.

The mercury in Ahmedabad is increasing day by day

The mercury in Ahmedabad is increasing day by day

News Continuous Bureau | Mumbai

અમદાવાદમાં દિવસ દરમિયાન ગરમ-સૂકા પવનો ચાલુ રહ્યા હતા, જેની અસરથી સિઝનનું સૌથી વધુ 41.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. એરપોર્ટ વિસ્તારમાં તો ગરમીનો પારો 42.7 ડિગ્રી રહ્યો હતો. 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી ગયો હતો. હજુ બે દિવસ ગરમી ચાલુ રહેવાની વકી છે. અમદાવાદમાં સવારના 10 વાગ્યાથી જ ગરમી અને બફારાનું પ્રમાણ વર્તાયું હતું.
તેની સાથે ગરમ અને સુકા પવનો ચાલુ રહેતાં બપોરના 1.30 કલાક પછી આકાશમાંથી અગન જવાળા વરસતી હોય તેવો લોકોએ અનુભવ કર્યો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.1ડિગ્રી વધીને સિઝનમાં પ્રથમવાર 41.9 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને 26 ડિગ્રીએ હતું. બપોરના 1 વાગ્યાથી લઇને સાંજના 5.30 સુધી શહેર અગન ભઠ્ઠીમાં ફેરવાયું હતું. જેમાં બપોરે 3.30થી સાંજે 5.30 કલાક દરમિયાન ગરમીનો પારો 4 ડિગ્રી વધ્યો હતો. આગામી બે દિવસો દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. 42 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. એ પછી અમદાવાદ બીજા ક્રમે આવ્યું હતું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Tata Altroz ​​CNG: શાનદાર માઇલેજ… વિશાળ બૂટ-સ્પેસ! આ પ્રીમિયમ CNG હેચબેકનું બુકિંગ શરૂ થઈ ગયું છે

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version