Site icon

અમદાવાદ શહેરની આ મેડિકલ કોલેજ હવેથી નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ નામથી ઓળખાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલજી હોસ્પિટલની મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

Ahmedabad Medical College To Be Renamed Narendra Modi Medical College

અમદાવાદ શહેરની આ મેડિકલ કોલેજ હવેથી નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ નામથી ઓળખાશે

હવે અમદાવાદની પૂર્વ વિસ્તારની પ્રખ્યાત મેડિકલ કોલેજ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલજી હોસ્પિટલની મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. 

નેશનલ મેડિકલ કમિશનના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 5 ડિસેમ્બરે પત્ર લખીને આ ઠરાવની પુષ્ટિ કરી છે. આમ હવે એલજી હોસ્પિટલ પરિસરમાં આવેલી મેડિકલ કોલેજ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે.

Join Our WhatsApp Community

થોડા મહિના પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એલજી હોસ્પિટલ કેમ્પસમાં આવેલી અમદાવાદ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન, હેલિકોપ્ટરથી થશે પુષ્પવર્ષા, જાણો આજની તૈયારી

આ પ્રસ્તાવને મંજૂરી માટે દિલ્હીમાં નેશનલ મેડિકલ કમિશનને મોકલવામાં આવ્યો હતો. જો કે નેશનલ મેડિકલ કમિશનના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે મંજૂરી આપતા આ મેડિકલ કોલેજ હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે. જેથી આ મેડીકલ કોલેજ હવેથી નરેન્દ્ર મોદી મેડીકલ નામથી ઓળખાશે. 

ખાસ કરીને અગાઉ જ આ પ્રકારની વિગતો સામે આવી હતી જેમાં પીએમ મોદીના નામથી મેડીકલ કોલેજ ઓળખાય. જેથી કેટલાક નિયમ હેઠળ આ પ્રક્રીયા પસાર થયા પછી જ ઓફિસિયલી નામ આપી શકાય છે ત્યારે હવે આ મંજૂર આપી દેવામાં આવી છે.  

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version