Site icon

Kalupur Railway Station: કાલુપુર રેલ્વે સ્ટેશન પુનઃનિર્માણ માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર – નવી અદ્યતન રેલ્વે સ્ટેશન અને બ્રીજ બનાવવા માટે આયોજન

Kalupur Railway Station: 01 મે 2025 થી 31 ઓગસ્ટ 2025 સુધી 24x7 કામગીરી, વાહન વ્યવહાર માટે વૈકલ્પિક માર્ગ જાહેર

Traffic Diversion Announced for Kalupur Railway Station Reconstruction

Traffic Diversion Announced for Kalupur Railway Station Reconstruction

News Continuous Bureau | Mumbai

Kalupur Railway Station: અમદાવાદ શહેરમાં કાલુપુર રેલ્વે સ્ટેશનને તોડી તે જગ્યા ઉપર નવુ અદ્યત્તન રેલ્વે સ્ટેશન અને સંલગ્ન બ્રીજ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહેલ છે. આ કામગીરી દિનેશચંદ્ર આર.અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રા.લી., કંપની દ્વારા કરવામાં આવી રહેલ છે. આ કામકાજ અંતર્ગત રેલ્વે સ્ટેશનની સામેના રોડ ઉપર બનાવવામાં આવેલ પીલ્લર નં. P24 TO P27 ના વચ્ચેના ભાગે એલીવેટેડ રોડના નિર્માણ માટે ગર્ડર લોન્ચીંગ તથા અન્ય કામગીરી ક્રેઈન તથા અન્ય મશીનરી સાથે કરવામાં આવનાર છે. આ કામગીરી તા.૦૧/૦૫/૨૦૨૫થી તા.૩૧/૦૮/૨૦૨૫ સુધી ૩ મહિના સુધી ૨૪.૦૦ કલાકના સમયગાળા દરમિયાન કરવામાં આવનાર છે.

Join Our WhatsApp Community

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ

રેલ્વે સ્ટેશનની સામેના રોડ ઉપર આવેલ પીલ્લર નં. P24 TO P27 ના વચ્ચેનો આશરે ૪૦ મીટર જેટલો રોડ બંધ રહેશે.સાળંગપુર સર્કલ તરફથી આવતો વાહન વ્યવહાર સીધે સીધા રેવડી બજાર થઈ બી.બી.સી. માર્કેટ થઈ રીડ હોટલ તરફથી વણાંક લઈ કાલુપુર ઈનગેટ તરફ તેમજ કાલુપુર સર્કલ તરફ જઈ શકશે. તેમજ કાલુપુર સર્કલ તરફથી આવતો વાહન વ્યવહાર કે જે કાલુપુર રેલ્વે સ્ટેશનની સામે આવેલ એક તરફનો રોડ ચાલું છે તે માર્ગ થઈ સાળંગપુર તરફ જઈ શકશે.

Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Exit mobile version