News Continuous Bureau | Mumbai
Train schedule change: રેલ પ્રશાસન દ્વારા ટ્રેન સંખ્યા 12918 હજરત નિઝામુદ્દીન-અમદાવાદ ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ તથા ટ્રેન સંખ્યા 20946 હજરત નિઝામુદ્દીન-એકતાનગર એક્સપ્રેસ ને હજરત નિઝામુદ્દીન સ્ટેશન થી ઉપડવાના દિવસોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનો ની વિગતો નીચે મુજબ છે.
• ટ્રેન નં. 12918 હઝરત નિઝામુદ્દીન-અમદાવાદ ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ, જે વર્તમાનમાં હઝરત નિઝામુદ્દીન થી દર શનિવારે ઉપડે છે, તે ૧૫ એપ્રિલ, ૨૦૨૫ થી આ ટ્રેન હઝરત નિઝામુદ્દીનથી દર મંગળવારે ઉપડશે.
• ટ્રેન નં. 20946 હઝરત નિઝામુદ્દીન-એકતા નગર એક્સપ્રેસ, જે વર્તમાનમાં હઝરત નિઝામુદ્દીનથી દર મંગળવાર અને ગુરુવારે ઉપડે છે, તે 19 એપ્રિલ, 2025 થી આ ટ્રેન હઝરત નિઝામુદ્દીનથી દર ગુરુવારે અને શનિવારે ઉપડશે.
આ સમાચાર પણ વાંચો: Godrej Enterprises: AMCA માટે સ્વદેશી ઉત્પાદન તરફ એક પગલું, ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રુપે એરો ઈન્ડિયામાં ADA સાથે વ્યૂહાત્મક MoU પર હસ્તાક્ષર કર્યા
આ ટ્રેન ના ઉપડવાના સ્ટોપેજ, આગમન/પ્રસ્થાન સમય, માર્ગ વગેરેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed