News Continuous Bureau | Mumbai
Jagudan station block પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના જગુદણ સ્ટેશન યાર્ડમાં 16.11.2025 (રવિવાર) ના રોજ બ્રિજ નંબર 982 ના પુનઃનિર્માણ કામના સંબંધમાં બ્લૉક લેવામાં આવી રહ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જે નીચે મુજબ છે:-
*આંશિક રદ ટ્રેનો :*
1. તારીખ 16.11.2025 ની ટ્રેન નંબર 20959/20960 વલસાડ-વડનગર-વલસાડ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ અને વડનગર વચ્ચે આંશિક રદ રહેશે.
2. તારીખ16.11.2025 ની ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ સાબરમતી-આબૂરોડ વચ્ચે અને તારીખ 17.11.2025 ની ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આબૂરોડ-સાબરમતી વચ્ચે આંશિક રદ રહેશે.
*રિશિડ્યુલ ટ્રેનો :*
આ સમાચાર પણ વાંચો : Vande Mataram exhibition: સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન*
1. તારીખ 16.11.2025 ની ટ્રેન નંબર 20485 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ જોધપુરથી 2 કલાક રિશિડ્યુલ થશે.
2. તારીખ16.11.2025 ની ટ્રેન નંબર 69207 ગાંધીનગર કેપિટલ-વરેઠા મેમૂ ગાંધીનગર કેપિટલથી 01 કલાક રિશિડ્યુલ થશે.
