Chinese Threads:જુહાપુરામાંથી પ્રતિબંધિત ઘાતક અને જીવણલેણ ચાઇનીઝ દોરીના ૭૪ ટેલર સાથે બે ઇસમો ઝડપાયા

Chinese Threads: ઝોન-૭ એલ.સી.બી.એ જુહાપુરા વિસ્તારમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના ટેલરના જથ્થા સાથે બે ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી

by Akash Rajbhar
Two people arrested with 74 taels of banned deadly and life-threatening Chinese rope from Juhapura

News Continuous Bureau | Mumbai

  • ચાઇનીઝ દોરીથી રાજ્યમાં ત્રણેક ઘાતક અકસ્માત – મોત થઈ ચૂક્યા છે

Chinese Threads: રાજ્યભરમાં ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી, તુક્કલના વપરાશ કે ખરીદ વેચાણ પર પ્રતિબંધ હોવા છતાંય કેટલાક શખ્સો આ પ્રતિબંધિત ઘાતક અને જીવણલેણ દોરીનું વેચાણ કરતા હોય છે. તેવામાં શહેરના ઝોન-7 ડીસીપીની એલસીબી સ્ક્વોડને જુહાપુરા વિસ્તારમાં બે શખ્સ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોવાની બાતમી મળતાં ૭૪ રીલ (ટેલર) સાથે ઝડપી પાડ્યા છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ ઝોનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલ (ટેલર) તથા ચાઇનીઝ તુક્કલોનો વેપાર કરતા તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર અંકુશ મેળવવા અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલ (ટેલર)ના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવી છે. ત્યારે નાયબ પોલીસ કમિશનર ઝોન-૭ના શિવમ વર્માની સૂચનાથી ઝોન-૦૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં એલસીબી સ્ક્વોડે જુહાપુરા વિસ્તારમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા બે શખ્સને ૭૪ ટેલર સાથે ઝડપી પાડ્યા છે.

આ સમાચાર પણ વાંચો  :Festival Special Trains: પશ્ચિમ રેલવે ચલાવશે ભુજ અને બાંદ્રા ટર્મિનસ ની વચ્ચે બે જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો

અત્રે ઉલ્લેખનીય છે કે, ઝોન-૦૭ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.પી. જાડેજા તેમના સ્ટાફના માણસો સાથે ઝોન-૦૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે અ.હેડ કોન્સ. નસરુલ્લાખાન હબીબખાન તથા પો.કો. ઇરફાન કાસમભાઇને ચાઇનીઝ દોરીનું વેચાણ થવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે વેજલપુર પોલીસ સ્ટેશન જુહાપુરા વિસ્તારમાંથી રૂ. ૩૭,૦૦૦ના કુલ ૭૪ ટેલર સાથે બે ઇસમોને પકડી પાડ્યા હતા. આ ઇસમો વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૧૯૧૦૨૮૨૪૦૭૯૧/૨૦૨૪ ધી ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.)ની કલમ ૨૨૩ તથા ધી જી.પી.એક્ટ કલમ ૧૧૩, ૧૧૭, ૧૩૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More