Site icon

Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી

Uber Railway: મુસાફરો માટે વધુ સારી કનેક્ટિવિટી અને નિર્બાધ ગતિશીલતા

Uber Partners with Indian Railways for the First Time at Ahmedabad Railway Station

Uber Partners with Indian Railways for the First Time at Ahmedabad Railway Station

News Continuous Bureau | Mumbai

Uber Railway: અમદાવાદ મંડળ, પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને સરળ અને સુરક્ષિત લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પૂરી પાડવાના હેતુથી અમદાવાદ રેલવે સ્ટેશન પર ભારતીય રેલવે અને ભારતની અગ્રણી રાઇડ-હેલિંગ પ્લેટફોર્મ ઉબર વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી કરવામાં આવી છે. આ પહેલ ભારતના કોઈપણ રેલવે સ્ટેશન પર ઉબરનું પ્રથમ ઇન્ટિગ્રેશન છે અને મુસાફરોને સુવિધા પૂરી પાડવાના ક્ષેત્રમાં એક નવો ધોરણ નક્કી કરે છે.

Join Our WhatsApp Community

મંડળ રેલવે પ્રવક્તાએ વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે, અમદાવાદ રેલવે સ્ટેશન દેશનું સાતમું સૌથી મોટું સ્ટેશન છે, જ્યાં દરરોજ લગભગ 1.2 લાખ મુસાફરો સેવાઓનો લાભ લે છે અને વર્ષ 2053 સુધી તેની ક્ષમતા 3 લાખ મુસાફરો પ્રતિદિન સુધી પહોંચવાની ધારણા છે. આ સહયોગનો હેતુ મુસાફરોની ગતિશીલતાને વધુ સુવિધાજનક બનાવવાનો અને પ્રવાસનો અનુભવ વધુ સારો કરવાનો છે.

Uber Railway: આ પહેલ હેઠળ ઉબરને સ્ટેશન પરિસરના એક નિર્ધારિત પાર્કિંગ વિસ્તારનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જે સીધું જ સ્ટેશનના મુખ્ય ફૂટ-ઓવર બ્રિજ (FOB) સાથે જોડાયેલું છે. આ સંકલિત વ્યવસ્થા મુસાફરો અને ડ્રાઇવરો બંને માટે સરળ અને સુરક્ષિત પહોંચ સુનિશ્ચિત કરે છે તેમજ સ્ટેશનના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળે ભીડ ઘટાડે છે.

આ સમાચાર પણ વાંચો : Janki Bodiwala: શાહરુખ-રાની વચ્ચે પણ ચમક્યું ગુજરાતી ટેલેન્ટ, જાનકી બોડીવાલા ને મળ્યો તેની ફિલ્મ વશ માટે નેશનલ એવોર્ડ, અભિનેત્રી એ આ રીતે વ્યક્ત કરી ખુશી

મુસાફરોની સુવિધા માટે સ્ટેશન પર ઓન-ગ્રાઉન્ડ ટીમો અને સહાય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના માધ્યમથી મુસાફરો સરળતાથી ઉબરની સેવાઓનો લાભ લઈ શકે છે. આ વ્યવસ્થા મુસાફરોને વિશ્વસનીય અને સુવિધાજનક પરિવહન પૂરી પાડશે અને ડ્રાઇવરો માટે વધુ મુસાફરીના અવસર પણ ઉભા કરશે.

આ ભાગીદારી ભારતીય રેલવેના મલ્ટીમોડલ ઇન્ટિગ્રેશનને મજબૂત બનાવે છે અને મુસાફરોને વિશ્વ સ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે સરકારની આધુનિક, કાર્યક્ષમ અને મુસાફર-અનુકૂળ રેલવે અવસંરચના દ્રષ્ટિ સાથે સુસંગત છે.

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Narendra Modi: આવતા મહિને મળી શકે છે મોદી અને ટ્રમ્પ, મલેશિયામાં યોજાનાર આસિયાન શિખર સંમેલન પર ટકેલી છે સૌ ની નજર
Donald Trump: ટ્રમ્પનો મોટો દાવ! પાક-સાઉદીસહિત આ ઇસ્લામિક દેશ સાથે બનાવ્યો પ્લાન, એશિયામાં મચ્યો હડકંપ
Volodymyr Zelensky: યુએનજીએમાં ટ્રમ્પના દાવાઓથી વિપરીત યુક્રેનિયન રાષ્ટ્રપતિનું મહત્વપૂર્ણ નિવેદન, ચીન વિશે કહી આવી વાત
Exit mobile version