News Continuous Bureau | Mumbai
Vande Mataram exhibition પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો ઉદ્દેશ ભારતના સ્વતંત્રતા સંગ્રામ,વીર સ્વતંત્રતા સેનાનીઓ તથા રાષ્ટ્રભક્તિની ગૌરવશાળી પરંપરાને જન-જન સુધી પહોંચાડવાનો છે.
પ્રદર્શનમાં સ્વતંત્રતા સંગ્રામથી જોડાયેલા દુર્લભ દસ્તાવેજ, ઐતિહાસિક ચિત્ર, વીર સેનાનીઓના પ્રેરક જીવન પ્રસંગ, દેશભક્તિ સાહિત્ય તથા વિવિધ કલા-કૃતિઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વિશેષ આકર્ષણના રૂપે “વંદે માતરમ્” ગીતની રચના, તેનું ઐતિહાસિક મહત્વ તથા તેનાથી જોડાયેલા મુખ્ય પ્રસંગોને સુંદર, પ્રભાવક અને દર્શનીય રૂપમાં રજૂ કરવામાં આવ્યા છે.
“વંદે માતરમ્” ફક્ત એક ગીત નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રપ્રેમ અને માતૃભૂમિ પ્રત્યે સમર્પણનું અમર પ્રતિક છે. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આ ગીતે દેશવાસીઓમાં અદમ્ય ઉત્સાહ અને એકતાનો સંચાર કર્યો હતો. આજે પણ “વંદે માતરમ્” આપણને રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રહિતમાં યોગદાન આપવાની પ્રેરણા આપે છે.
આ સમાચાર પણ વાંચો : Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
આ પ્રદર્શન દેશભક્તિ, ઇતિહાસ અને સંસ્કૃતિથી ઓત-પ્રોત અનુભવ અપાવે છે તથા તમામ ઉંમર વર્ગના આગંતુકોને ભારતીય સ્વતંત્રતા સંગ્રામની ગૌરવશાળી ગાથા થી જોડવાનો ઉત્કૃષ્ટ મંચ સાબિત થઈ રહ્યું છે.
