Vibhajan Vibhishika Smriti Diwas: અમદાવાદ મંડળ પર મનાવવામાં આવ્યો ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’, આટલા સ્ટેશનો પર થયું ફોટો પ્રદર્શનનું આયોજન.

Vibhajan Vibhishika Smriti Diwas: પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે" નિમિત્તે અમદાવાદ મંડળ ના 9 રેલવે સ્ટેશનો પર ફોટો પ્રદર્શનનું આયોજન

News Continuous Bureau | Mumbai

Vibhajan Vibhishika Smriti Diwas: પશ્ચિમ રેલવેના ( Western Railway ) અમદાવાદ મંડળ પર 14 મી ઓગસ્ટ 2024 ને લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં “પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે” તરીકે મનાવવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં અમદાવાદ મંડળ ના અમદાવાદ, સાબરમતી, મણિનગર, કલોલ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ, હિંમતનગર અને રાધનપુર સ્ટેશન પર ફોટો પ્રદર્શનનું ( Photo exhibition )  આયોજન કરવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Community
'Vibhajan Vibhishika Smriti Diwas' was celebrated at Ahmedabad Mandal, photo exhibition organized at so many stations.

‘Vibhajan Vibhishika Smriti Diwas’ was celebrated at Ahmedabad Mandal, photo exhibition organized at so many stations.

મંડળ રેલવે પ્રવક્તા અમદાવાદ ( Ahmedabad ) એ માહિતી આપતાં જણાવ્યું હતું કે 14મી ઓગસ્ટે પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસ ( Partition Horrors Remembrance Day ) દેશના તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે.જેમણે અંધાધૂંધ નફરત અને હિંસાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો. મંડળના અમદાવાદ, સાબરમતી, મણિનગર, કલોલ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ, હિંમતનગર અને રાધનપુર સ્ટેશનો ( Railway Stations ) પર ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ફોટો પ્રદર્શન એ લાખો નાગરિકોના હૃદયને હચમચાવી દેનારી પીડા અને મનમાં રહેલી વેદનાને પ્રકાશિત કરવા માટે  ઇતિહાસના અવિશ્વસનીય તથ્યો દર્શાવે છે. જેમણે દેશના વિભાજન વખતે તેને સહન કર્યું. આ પ્રદર્શન પાછલી સદીમાં થયેલી માનવ વસ્તીના સૌથી મોટા વિસ્થાપનની યાદ અપાવે છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 14 ઓગસ્ટ, 2024ના રોજ, પાર્ટીશન હોરર્સ પ્રદર્શન કાર્યક્રમમાં સ્થાનિક અત્યંત આદરણીય સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને આમંત્રિત કરીને અમદાવાદ રેલવે મંડળ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

‘Vibhajan Vibhishika Smriti Diwas’ was celebrated at Ahmedabad Mandal, photo exhibition organized at so many stations.

આ સમાચાર પણ વાંચો: Independence Day 2024: મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર! આગામી 5 વર્ષમાં મેડિકલની 75 હજાર સીટો વધશે, PM મોદીની મોટી જાહેરાત..

સાથે જ મંડળ પર 9 થી 15 ઓગસ્ટ 2024 સુધી  “હર ઘર તિરંગા” ( Har Ghar Tiranga ) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય લોકોના મનમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો અને જન -ભાગીદારી ની ભાવના સાથે સ્વતંત્રતાના અમૃત મહોત્સવના રૂપે મનાવવામા  આવી રહ્યો છે. રાષ્ટ્રધ્વજ, ત્રિરંગાથી આપણને નવી ઉર્જા મળે છે. હર ઘર ત્રિરંગા અભિયાનમાં રેલ્વે કર્મચારીઓ, તેમના પરિવારો અને સામાન્ય લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સ્ટેશનો પર જાહેરાતો દ્વારા લોકોને આ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version