News Continuous Bureau | Mumbai
Western Railway : વેગન ડેપો સાબરમતી “બેસ્ટ વેગન ડેપો કાર્ય પરફોર્મન્સ શીલ્ડ” ( Best Wagon Depot Work Performance Shield ) થી સન્માનિત. પશ્ચિમ રેલવે અમદાવાદ ( Ahmedabad ) મંડળ ના સાબરમતી ડેપોને નાણાકીય વર્ષ 2023-24માં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પશ્ચિમ રેલવે સ્તરે ‘શ્રેષ્ઠ વેગન ડેપો કાર્ય પર્ફોર્મન્સ શીલ્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યો.
મંડળ રેલ પ્રબંધક અમદાવાદ શ્રી સુધીર કુમાર શર્મા એ માહિતી આપતા જણાવ્યું હતું કે વેગન ડેપો, સાબરમતી ( Wagon Depot Sabarmati ) એ પશ્ચિમ રેલવે નો મુખ્ય ડેપો છે, જ્યાં માલગાડીઓનું પરીક્ષણ, વેગનો નું રૂટિન ઓવરહોલિંગ (આરઓએચ) અને સિક વેગનનું સમારકામ કરવામાં આવે છે. અન્ય વેગનો ઉપરાંત, પશ્ચિમ રેલવેમાં સ્થિત તમામ કન્ટેનર બીએલસી વેગનોના આરઓએચ આ ડેપો દ્વારા ચલાવવામાં આવે છે. સાબરમતી ડેપોમાં દર મહિને 185 આરઓએચ વેગનનો લક્ષ્યાંક છે જે સફળતાપૂર્વક પૂરો કરવામાં આવે છે અને સરેરાશ 100 રેકનું યાર્ડ પરીક્ષણ અને 250 વેગનો ની દર મહિને સિક લાઇન રિપેર કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન,સાબરમતી ડેપોએ ખોડિયાર(સીકેવાયઆર) અને જખવાડા (સીડબ્લ્યુસીજે) કન્ટેનર સાઇડિંગ્સ પર સિક વેગન, જેમાં વેગનને લિફ્ટ કરવાની જરૂર હોય છે તે વેગનોને યથા સ્થાને કન્ટેનર સાઇડીંગ પર જ રિપેરિંગ શરૂ કર્યું છે. આ ઉપરાંત ડેપોમાં એક્સલ બેરિંગ (સીટીઆરબી) દૂર કરવાની અને ફીટીંગ કરવાની કામગીરી સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે, અગાઉ આ કામ દાહોદ વર્કશોપમાં વ્હીલ મોકલીને કરવામાં આવતું હતું, પરિણામ સ્વરૂપ રેલવેના પ્રતિ વર્ષ લગભગ ₹14.00 લાખનીઆવક બચત થઈ છે. ડેપોના આ પ્રયાસોથી વેગન ટર્નઅરાઉન્ડમાં વધારો થયો છે અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો છે. સાબરમતી ડેપોમાં,રેક પરીક્ષણ,આરઓએચ અને સિક લાઇનના સમારકામ દરમિયાન સલામતીની ખાસ કાળજી લેવામાં આવે છે. આ શ્રેણીમાં, કર્મચારી શ્રી પ્રકાશ ચૌહાણ, હેલ્પરને જૂન-2024 માં મહાપ્રબંધક દ્વારા પશ્ચિમ રેલવે ના સ્તરે સેફ્ટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
મંડળ રેલ પ્રબંધક શ્રી શર્માએ આ સિદ્ધિ બદલ વરિષ્ઠ મંડળ મિકેનિકલ એન્જિનિયર (સંકલન) શ્રી જગદંબા પ્રસાદ, મંડળ મિકેનિકલ એન્જિનિયર શ્રી દીપક અહિરવાલ અને તમામ કર્મચારીઓને અભિનંદન અને શુભકામનાઓ આપી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
