Site icon

Western Railway : અમદાવાદ મંડળે એપ્રિલ અને મે 2025 માં વિવિધ ટિકિટ ચેકિંગ અભિયાનો થી પ્રાપ્ત કર્યો રૂ. 6.34 કરોડનો દંડ

Western Railway : 1 એપ્રિલ 2025 થી 31 મે 2025 સુધી અમદાવાદ મંડળ દ્વારા વિભિન્ન રેલ ખંડો જેમકે મણિનગર–નડિયાદ,અસારવા–દહેગામ,મહેસાણા–પાલનપુર,પાલનપુર–ગાંધીધામ અને પ્રતિષ્ઠિત નમો ભારત રૈપિડ ટ્રેન અને અમદાવાદ રેલવે સ્ટેશન પર મોટા પાયે ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

Western Railway Ahmedabad Division collected Rs. 6.34 crore in fines from various ticket checking campaigns in April and May 2025

Western Railway Ahmedabad Division collected Rs. 6.34 crore in fines from various ticket checking campaigns in April and May 2025

 News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ તેમના મુસાફરોની સુવિધાઓ ને નિરંતર બહેતર બનાવવા માટે કટિબદ્ધ છે. કાયદેસર મુસાફરોની સુરક્ષિત અને સુખદ યાત્રા સુનિશ્ચિત કરવા માટે મંડળ દ્વારા અનેક શસ્ક્ત પગલાં લેવામાં આવી રહ્યા છે.

Join Our WhatsApp Community

વર્ષ 2025-26 ના એપ્રિલ અને મે મહિના દરમ્યાન અનાધિકૃત યાત્રા ને રોકવાના ઉદ્દેશ્ય થી મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અન્નુ ત્યાગી તથા અન્ય વાણિજ્ય અધિકારીઓ દ્વારા પ્રતિદિન ટિકિટ ચેકિંગ કાર્યની સમીક્ષા કરવામાં આવી તથા તેમના માર્ગદર્શનમાં વિશેષ ટિકિટ ચેકિંગ અભિયાન સંચાલિત કરવામાં આવ્યું.

1 એપ્રિલ 2025 થી 31 મે 2025 સુધી અમદાવાદ મંડળ દ્વારા વિભિન્ન રેલ ખંડો જેમકે મણિનગર–નડિયાદ,અસારવા–દહેગામ,મહેસાણા–પાલનપુર,પાલનપુર–ગાંધીધામ અને પ્રતિષ્ઠિત નમો ભારત રૈપિડ ટ્રેન અને અમદાવાદ રેલવે સ્ટેશન પર મોટા પાયે ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ટિકિટ નિરીક્ષકો દ્વારા આરપીએફ નો સહયોગ પણ મળ્યો તથા કેટલાક અભિયાનોમાં વાણિજ્ય અધિકારીઓ એ પોતે જ પોતાની હાજરી દર્શાવી.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad Metro : અમદાવાદમાં આઇપીએલની ૯ મેચ દરમિયાન મેટ્રોમાં ૧૫ લાખથી વધુ લોકોએ મુસાફરી કરી

આ વ્યાપક અભિયાન હેઠળ કુલ 80 હજાર કેસોમાં કાર્યવાહી કરવામાં આવતા ₹ 6.34 કરોડથી વધુ રકમ વસૂલવામાં આવી હતી, જે નિર્ધારિત લક્ષ્ય કરતાં 1.28 % વધુ અને પાછલા વર્ષ કરતાં 1.87 % વધુ છે. આ પ્રદર્શન છેલ્લા બે વર્ષમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ રહી છે. ઉપરાંત, રેલવે પરિસરમાં ગંદકી ફેલાવનાર 319 મુસાફરો પાસેથી ₹70 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ તેના મુસાફરોને નમ્ર વિનંતી કરે છે કે કૃપા કરીને યોગ્ય અને માન્ય ટિકિટ સાથે જ મુસાફરી કરો,જેથી તમારી મુસાફરી સરળ, સલામત અને આનંદદાયક રહે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Civil Hospital Ahmedabad: બ્રેઇન ડેડ ભાઈના અંગદાનથી બહેનનો કરુણામય નિર્ણય : સિવિલ હોસ્પિટલમાં 210મું અંગદાન, અનેકને મળ્યું નવજીવન
Ahmedabad Civil Hospital: સિવિલના તબીબોની ૧૧ કલાકની અથાક મહેનતે આપ્યું ૧૧ પીડિતોને નવજીવન!!
Gujarat 108 Ambulance: ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક ૧૮ વર્ષ પૂર્ણ કરતી ગુજરાતની લાઈફલાઈન ૧૦૮ ઈમરજન્સી સેવા
Exit mobile version