News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા હોળીના તહેવારને અનુલક્ષીને યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતી-છપરા અને છપરા-અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:-
ટ્રેન નંબર 09457/09458 સાબરમતી-છાપરા-અમદાવાદ હોળી સ્પેશિયલ (2 ટ્રીપ)
ટ્રેન નંબર 09457 સાબરમતી-છાપરા સ્પેશિયલ ટ્રેન શનિવાર, 23 માર્ચ, 2024ના રોજ સવારે 08:00 કલાકે સાબરમતીથી ઉપડશે અને બીજા દિવસે 16:00 કલાકે છાપરા પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09458 છાપરા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન રવિવાર, 24 માર્ચ, 2024ના રોજ છપરાથી સાંજે 20:00 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 04:00 વાગ્યે અમદાવાદ પહોંચશે. રૂટમાં આ ટ્રેન અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, વીરાંગના લક્ષ્મીબાઈ, કાનપુર સેન્ટ્રલ, ગોમતી નગર, બારાબંકી, ગોંડા, ગોરખપુર અને સિવાન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં જનરલ કેટેગરીના તમામ કોચ રહેશે.
ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ, અને સંરચનાને લગતી વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.