Site icon

Western Railway : અમદાવાદ મંડળના આદરજ મોટી સ્ટેશન પર 10 માર્ચ 2025 ના રોજ લેવાશે બ્લોક, આ ટ્રેનો થશે રદ્દ ; જુઓ યાદી..

Western Railway : અમદાવાદ મંડળના ખોડિયાર-ગાંધીનગર કેપિટલ-કલોલ રેલવે સેક્શનના આદરજ મોટી સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે 10 માર્ચ 2025 ના રોજ સૂચિત બ્લોકને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

Western Railway: Block will be taken up on 10 March 2025 at Adarj Moti station of Ahmedabad division

Western Railway: Block will be taken up on 10 March 2025 at Adarj Moti station of Ahmedabad division

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ખોડિયાર-ગાંધીનગર કેપિટલ-કલોલ રેલવે સેક્શનના આદરજ મોટી સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે 10 માર્ચ 2025 ના રોજ સૂચિત બ્લોકને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે :- 

Join Our WhatsApp Community

Western Railway : રદ ટ્રેનો 

1. ટ્રેન નંબર 69207 ગાંધીનગર કેપિટલ-વરેઠા મેમૂ 9 અને 10 માર્ચ 2025 ના રોજ રદ રહેશે.
2. ટ્રેન નંબર 69208 વરેઠા-ગાંધીનગર કેપિટલ મેમૂ 10 અને 11 માર્ચ 2025 ના રોજ રદ રહેશે

Western Railway : પરિવર્તિત માર્ગથી ચાલનારી ટ્રેનો

1. 10 માર્ચ 2025 ના રોજ સાબરમતીથી ચાલનારી ટ્રેન નંબર 19031 સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ખોડિયાર-ગાંધીનગર કેપિટલ-કલોલને બદલે પરિવર્તિત માર્ગ ખોડિયાર-કલોલના રસ્તે ચાલશે તથા ગાંધીનગર કેપિટલ જશે નહીં. 

2. 09 માર્ચ 2025 ના રોજ યોગનગરી ઋષિકેશથી ચાલનારી ટ્રેન નંબર 19032 યોગનગરી ઋષિકેશ-સાબરમતી યોગા એક્સપ્રેસ નિર્ધારીત માર્ગ કલોલ-ગાંધીનગર કેપિટલ-ખોડિયારને બદલે પરિવર્તિત માર્ગ ખોડિયાર-કલોલના રસ્તે ચાલશે તથા ગાંધીનગર કેપિટલ જશે નહીં. 

3. 10 માર્ચ 2025 ના રોજ દિલ્લી સરાય રોહિલ્લાથી ચાલનારી ટ્રેન નંબર 12215 દિલ્લી સરાય રોહિલ્લા-બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ કલોલ-ગાંધીનગર કેપિટલ-ખોડિયારને બદલે પરિવર્તિત માર્ગ ખોડિયાર-કલોલના રસ્તે ચાલશે તથા ગાંધીનગર કેપિટલ જશે નહીં.

4. 10 માર્ચ 2025 ના રોજ વલસાડથી ચાલનારી ટ્રેન નંબર 20959 વલસાડ-વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ખોડિયાર-ગાંધીનગર કેપિટલ-કલોલને બદલે પરિવર્તિત માર્ગ ખોડિયાર-કલોલના રસ્તે ચાલશે તથા ગાંધીનગર કેપિટલ જશે નહીં.

5. 10 માર્ચ 2025 ના રોજ વડનગરથી ચાલનારી ટ્રેન નંબર 20960 વડનગર-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ કલોલ-ગાંધીનગર કેપિટલ-ખોડિયારને બદલે પરિવર્તિત માર્ગ ખોડિયાર-કલોલના રસ્તે ચાલશે તથા ગાંધીનગર કેપિટલ જશે નહીં. 

આ સમાચાર પણ વાંચો : Mumbai Local Update : લોકલ યાત્રી યાત્રી કૃપયા ધ્યાન દે.. કસારામાં ગર્ડર નાખવા માટે શનિવારે રાત્રે અને રવિવારે સવારે મધ્ય રેલવેનો પાવર બ્લોક; ચેક કરો શેડ્યુલ..

યાત્રીઓને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સમય, રોકાણ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, યાત્રી કૃપા કરીને  www.enquiry.indianrail.gov.in  અવલોકન કરી શકે છે. 
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Exit mobile version