Site icon

Western Railway: મુસાફરો માટે સુવિધા, પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે બે જોડી સ્પેશલ ટ્રેનો; જાણો સમયપત્રક…

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે બે જોડી સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.

Western Railway Convenience for passengers, Western Railway will run two pairs of special trains between Ahmedabad and Bandra Terminus; Know the timetable…

Western Railway Convenience for passengers, Western Railway will run two pairs of special trains between Ahmedabad and Bandra Terminus; Know the timetable…

News Continuous Bureau | Mumbai

Western Railway: પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે બે જોડી સ્પેશલ ટ્રેનો, પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે બે જોડી સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

1. ટ્રેન નંબર 09092/09091 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નંબર 09092 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ અમદાવાદથી 01:40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 08:40 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09091 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 25 જાન્યુઆરી 2025 (શનિવાર) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 06:15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 14:00 કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન રૂટ પર બંને દિશામાં વડોદરા, ભરૂચ, ઉધના, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી-3 ટાયર અને એસી ચેરકાર શ્રેણીના કોચ હશે.

2. ટ્રેન નંબર 09006/09005 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નંબર 09006 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 27 જાન્યુઆરી 2025 (સોમવાર)ના રોજ અમદાવાદથી 00:50 કલાકે ઉપડશે અને તે જ દિવસે 08:30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09005 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 06:15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 13:00 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રૂટ પર બંને દિશામાં વડોદરા, ભરૂચ, ઉધના, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી-2 ટાયર અને એસી-3 ટાયર શ્રેણીના કોચ હશે.

આ સમાચાર પણ વાંચો:  Krishna Kumar Yadav: 76મા ગણતંત્ર દિવસે પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્ર ધ્વજ અને ડાક ચોપાલની ઉજવણી, 8888 પોસ્ટ ઓફિસોમાં નાગરિકોને જોડાવા અનોખી પહેલ

ટ્રેન નંબર 09092,09091,09006 અને 09005 માટે બુકિંગ 18 જાન્યુઆરી 2025 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Civil Hospital Ahmedabad: બ્રેઇન ડેડ ભાઈના અંગદાનથી બહેનનો કરુણામય નિર્ણય : સિવિલ હોસ્પિટલમાં 210મું અંગદાન, અનેકને મળ્યું નવજીવન
Ahmedabad Civil Hospital: સિવિલના તબીબોની ૧૧ કલાકની અથાક મહેનતે આપ્યું ૧૧ પીડિતોને નવજીવન!!
Gujarat 108 Ambulance: ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક ૧૮ વર્ષ પૂર્ણ કરતી ગુજરાતની લાઈફલાઈન ૧૦૮ ઈમરજન્સી સેવા
Exit mobile version