News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલવેની 03 સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા ધુમ્મસના વાતાવરણ અને ટેકનિકલ કારણોને લીધે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :-
રદ થનારી ટ્રેનો :
- દરેક શુક્રવારે અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 01.2025 થી 21.02.2025 સુધી રદ રહેશે.
- દરેક સોમવારે દરભંગાથી ચાલતી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 01.2025 થી 24.02.2025 સુધી રદ રહેશે.
- દરેક શુક્રવારે ગાંધીધામથી ચાલતી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 01.2025 થી 21.02.2025 સુધી રદ રહેશે.
- દરેક સોમવારે ભાગલપુરથી ચાલતી ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 01.2025 થી 24.02.2025 સુધી રદ રહેશે.
- દરેક બુધવારે અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટના સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 01.2025 થી 26.02.2025 સુધી રદ રહેશે.
- દરેક શુક્રવારે પટનાથી ચાલતી ટ્રેન નંબર 09448 પટના-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ તારીખ 01.2025 થી 28.02.2025 સુધી રદ રહેશે.
ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad-Gorakhpur Express: રેલયાત્રીઓને થશે હેરાનગતિ… અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ 09 જાન્યુઆરી થી 28 ફેબ્રુઆરી સુધી ચાલશે ડાયવર્ટ માર્ગથી..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.