Western railway : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા રેલવે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે QR કોડ ડિજિટલ માધ્યમની સુવિધા પ્રદાન કરી છે. આ નવી પહેલ હેઠળ QR કોડ-ડિજિટલ માધ્યમથી અમદાવાદ મંડળના વિવિધ મુખ્ય સ્ટેશનો પર પ્રાયોગિક ધોરણે ઉપલબ્ધ કરાવામાં આવ્યું છે.
રેલવે મુસાફરોને હવે ટિકિટ ભાડાનું પેમેન્ટ કરવા માટે UTS મોબાઈલ એપ, ATVM (QR કોડ ની સુવિધા સાથે), POS અને UPI જેવા વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પો પહેલેથી જ આપવામાં આવ્યા છે. હવે આ પ્રકારની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વધુ ઉપયોગી અને સુગમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મંડળએ તેનો વિસ્તાર કર્યો છે.

વર્તમાનમાં અમદાવાદ મંડળ દ્વારા પ્રાયોગિક ધોરણે QR કોડ-ડિજિટલ પેમેન્ટની સુવિધા અમદાવાદ અને ગાંધીધામ રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ કરવામાં આવી છે. અમદાવાદ સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર 4 કાઉન્ટર અને ગાંધીધામ સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર 3 કાઉન્ટર પર આ સુવિધાનો લાભ લઈ શકાશે. આ ઉપરાંત ગાંધીધામની અનારક્ષિત કાર્યાલયમાં પણ 2 કાઉન્ટરો પર આ સુવિધા ઉપલબ્ધ છે. મુસાફરોએ ટિકિટ કાઉન્ટર પર તેમના ભાડાના પેમેન્ટનો વિકલ્પ દર્શાવવો જરૂરી છે.
આ નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ QR કોડ દ્વારા ટિકિટ ભાડાનું પેમેન્ટ કરવા માટે હવે મુસાફરોને વધુ સગવડ પૂરી પાડશે, જે વિન્ડોની બહાર ભાડા રીપીટરમાં ઉપલબ્ધ છે.
આ સમાચાર પણ વાંચો : ગાઝામાં તત્કાળ યુદ્ધ વિરામ થાય, UNમાં આવ્યો પ્રસ્તાવ; ભારત સહિત આ દેશોએ વોટિંગથી બનાવી દૂરી..
આ દ્વારા કોઈપણ મુસાફર તેમનું ટિકિટ ભાડું કોઈપણ મુશ્કેલી વગર અને સરળતાથી ભાડુ ચૂકવી શકશે.
આ પ્રયાસ રેલ મુસાફરોને વધારે સુવિધાજનક અને સુગમ યાત્રા નો અનુભવ કરવા માટે એક પ્રોત્સાહન છે અને તેના દ્વારા ડિજિટલ પેમેન્ટ માટે સરળ અને સુરક્ષિત વિકલ્પો આપવામાં આવી રહ્યા છે. મુસાફરોને વધુ લાભ આપવા માટે આને ભવિષ્યમાં વધુ સ્ટેશનો સુધી લંબાવી શકાય છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.