News Continuous Bureau | Mumbai
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી અને દિલ્હી સરાય રોહિલ્લા ની વચ્ચે વિશેષ ભાડા પર વિન્ટર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
* ટ્રેન નંબર 04065/04066 સાબરમતી-દિલ્હી સરાઈ રોહિલ્લા સ્પેશિયલ (3 ટ્રીપ)
ટ્રેન નંબર 04065 સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ 23, 26 અને 30 ડિસેમ્બર 2024ના રોજ સાબરમતીથી સવારે 06.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 23.15 કલાકે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે.
એ જ રીતે, ટ્રેન નંબર 04066 દિલ્હી સરાય રોહિલ્લા-સાબરમતી સ્પેશિયલ 25 અને 29 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હી સરાય રોહિલ્લા થી સવારે 08.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 02.10 કલાકે સાબરમતી પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : Sanskrutik Yoddha Puraskar: સાંસ્કૃતિક મૂલ્યોના રક્ષણ માટે લડી રહેલા યોદ્ધાઓનું “સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર”થી સન્માન, મુખ્યમંત્રી-ગૃહ રાજ્યમંત્રી રહ્યા ઉપસ્થિત…
આ ટ્રેન માર્ગ માં બન્ને દિશાઓમાં ગાંધીનગર કેપિટલ, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, અલવર, ખૈરથલ, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનના તમામ કોચ એસી 3-ટાયર કેટેગરીના આરક્ષિત કોચ હશે.
ટ્રેન નંબર 04065નું બુકિંગ તાત્કાલિક અસરથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલ્લું છે. સ્ટોપેજના સમય અનેસંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.