News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલવે હેઠળ આવતા અમદાવાદ રેલવે મંડળના લોકો શેડ, વટવાએ સૌથી પહેલાં માર્ચ-2023 માં 3-ફેઝ ઈલેક્ટ્રિક એન્જિનના મેઈન્ટેનન્સની શરૂઆત કરી હતી, આના પછી લોકો શેડએ જે ઝડપ પકડી છે, તે અત્યાર સુધી નિરંતર છે. વટવા શેડની આ જ સખત મહેનતનું પરિણામ છે કે તાજેતરમાં તારીખ 23 માર્ચ, 2024 ના રોજ પી.એલ.ડબ્લ્યુ. પટિયાલામાં સંપૂર્ણ ભારતીય રેલવે સ્તર ઉપર આયોજિત લોકો કેબ અપગ્રેડેશન પ્રતિસ્પર્ધામાં રેલવે બોર્ડ દ્વારા લોકો શેડ વટવાને ઇલેક્ટ્રિક લોકો શેડ, લાલગુડાની સાથે સંયુક્ત રૂપે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
લોકો નંબર 33688 WAG9HC ને અપગ્રેડ કરવામાં આવ્યું
આ પ્રસંગે સિનિયર મંડળ યાંત્રિક એન્જિનિયર ડીઝલ, વટવા શ્રી એસ.પી. ગુપ્તાએ જણાવ્યું કે લોકો શેડ, વટવા દ્વારા લોકો કેબ અપગ્રેડેશન પ્રતિસ્પર્ધા હેઠળ લોકો કેબને ક્રૂ-ફ્રેન્ડ્લી બનાવવાના હેતુથી લોકો નંબર 33688 WAG9HC ને અપગ્રેડ કરવામાં આવ્યું છે. આ ક્રમમાં વટવા શેડ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ કામ જેવા લોકો કેબના સાઉન્ડ લેવલમાં ઉણપ, લોકો કેબનું આકર્ષક ઈન્ટિરીયર, લોકોમાં લુકાઉટ ગ્લાસની ડી-ફોગિંગ પ્રણાલીને અપગ્રેડ, લાઈન પર લોકો ટ્રબલ શુટિંગ માટે ટેબની જોગવાઈ, ક્રુ માટે પાણીરહિત શૌચાલય, લગેજ સ્ટોરેજ, ફ્રીજ વગેરેની જોગવાઈ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : ભારતના વિરોધ છતાં કેજરીવાલની ધરપકડ પર અમેરિકાએ કરી ટિપ્પણી, કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરવા પર પણ બોલ્યું.. જાણો વિગતે..
તેમણે જણાવ્યું કે શ્રી સુધીર કુમાર શર્મા, મંડળ રેલવે મેનેજર, અમદાવાદ તથા શ્રી વિવેક દીક્ષિત, મુખ્ય ઈલેક્ટ્રિક લોકો એન્જિનિયર, પશ્ચિમ રેલવેના સતત માર્ગદર્શનથી વટવા શેડએ અત્યંત ઓછા સમયમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવના મેઈનટેનેન્સના મામલામાં સંપૂર્ણ ભારતીય રેલવેમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે, આ કિર્તિમાનને સ્થાપિત કરવા માટે વટવા શેડના સમસ્ત કર્મચારી અને અધિકારી પ્રશંસાને પાત્ર છે. હાલમાં વટવા શેડમાં 138 ઇલેક્ટ્રિક લોકોમોટિવના મેઈન્ટેનન્સનું કામ કરવામાં આવી રહ્યું છે, વટવા શેડના કર્મચારીઓએ પોતાની પૂરી મહેનત, લગન અને ક્ષમતાની સાથે કામ કર્યું, જેના પરિણામસ્વરૂપે જ વટવા શેડને ભારતીય રેલવેમાં પોતાના નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
ડિઝલ લોકોથી ઇલેક્ટ્રિક લોકો શેડમાં રૂપાંતરણ થયું
શ્રી ગુપ્તાએ જણાવ્યું કે વટવા શેડ હાલમાં જ વર્ષ 2023 માં પૂર્ણ સ્વરૂપે ડિઝલ લોકોથી ઇલેક્ટ્રિક લોકો શેડમાં રૂપાંતરણ થયું છે અને જે રીતે લોકો શેડ, વટવાના અધિકારી અને કર્મચારી અલ્પ સમયમાં જ વિશ્વસનિયતા પ્રાપ્ત કરીને ઇલેક્ટ્રિક લોકોમોટીવનું મેઇન્ટેનન્સ કરી રહ્યા છે, તેનાથી આશા બંધાઈ છે કે વહેલી તકે વટવા શેડ ઇલેક્ટ્રિક લોકોના મેઇન્ટેનન્સ કામમાં એક નવી ઊંચાઈને સ્પર્શી લેશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed,
