Site icon

Diwali Special Train: પશ્ચિમ રેલવેએ મુસાફરોને આપી ખુશ ખબર!! હવે અમદાવાદ-બરૌની વચ્ચે ચલાવશે આ દિવાળી સ્પેશિયલ ટ્રેન.

Diwali Special Train: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-બરૌની વચ્ચે દિવાળી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

Western Railway will run a special Diwali train between Ahmedabad and Barauni

Western Railway will run a special Diwali train between Ahmedabad and Barauni

News Continuous Bureau | Mumbai

Diwali Special Train:  પશ્ચિમ રેલવેએ આગામી દિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને બરૌની વચ્ચે સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન વિશેષ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:- 

Join Our WhatsApp Community

Diwali Special Train:  ટ્રેન નંબર 09413/09414 અમદાવાદ-બરૌની-અમદાવાદ સ્પેશ્યલ (કુલ 12 ટ્રીપ)

ટ્રેન નંબર 09413 અમદાવાદ-બરૌની સ્પેશ્યલ ( Special Train ) 08 ઓક્ટોબર 2024 થી 12 નવેમ્બર 2024 સુધી દર મંગળવારે અમદાવાદથી 16:35 કલાકે ઉપડશે અને ગુરુવારે સવારે 04:00 કલાકે બરૌની પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09414 બરૌની-અમદાવાદ સ્પેશ્યલ 10 ઓક્ટોબર 2024 થી 14 નવેમ્બર 2024  સુધી દર ગુરુવારે બરૌનીથી સવારે 06.00 કલાકે ઉપડશે અને શુક્રવારે રાત્રિ 23.15 કલાકે અમદાવાદ ( Ahmedabad ) પહોંચશે.

માર્ગ માં બંને દિશાઓમાં આ ટ્રેન ( Ahmedabad-Barauni Special Train ) આણંદ, વડોદરા, સુરત, ઉધના, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માનિકપુર, પ્રયાગરાજ, છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર, આરા, દાનાપુર, સોનપુર, પાટલીપુત્ર (વાયા શાહપુર પટોરી) અને હાજીપુર સ્ટેશન ખાતે ઉભી રોકાશે.

આ સમાચાર પણ વાંચો :  Bigg boss 18: બિગ બોસ 18 માટે દિશા વાકાણી ને આપવામાં આવી અધધ આટલી બધી ફી ની ઓફર! શો ના ઈતિહાસમાં પહેલીવાર થઇ આવી ઓફર

ટ્રેન નંબર 09413નું બુકિંગ 05 ઓક્ટોબર, 2024 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો કૃપા કરીને ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે  વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Fake TTE: જનરલ કોચમાં મુસાફરોને ગુમરાહ કરનાર નકલી ટીટીઈ ઝડપાયો
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Civil Hospital Ahmedabad: બ્રેઇન ડેડ ભાઈના અંગદાનથી બહેનનો કરુણામય નિર્ણય : સિવિલ હોસ્પિટલમાં 210મું અંગદાન, અનેકને મળ્યું નવજીવન
Ahmedabad Civil Hospital: સિવિલના તબીબોની ૧૧ કલાકની અથાક મહેનતે આપ્યું ૧૧ પીડિતોને નવજીવન!!
Exit mobile version