World Post Day Ahmedabad : અમદાવાદમાં ‘વિશ્વ ડાક દિવસ’ના 150 વર્ષગાંઠની થઈ ઉજવણી, આ સ્પર્ધાના વિજેતાઓને પોસ્ટમાસ્ટર જનરલે પુરસ્કાર આપી કર્યા સન્માનિત.

World Post Day Ahmedabad : વિશ્વ ડાક દિવસની 'સંચારને સક્ષમ બનાવવું અને રાષ્ટ્રોના લોકોને સશક્ત બનાવવાના 150 વર્ષ' થીમ હેઠળ ઉજવણી. યૂનિવર્સલ પોસ્ટલ યુનિયન પત્ર લેખન સ્પર્ધાના વિજેતાઓને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરાયા પુરસ્કૃત. ફિઝિકલ મેઇલથી ડિજિટલ મેઈલના આ યુગમાં, ડાક સેવાઓમાં વિવિધતામાં ઘણા નવા પરિમાણો ઉમેરાયા છે - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

 News Continuous Bureau | Mumbai

World Post Day Ahmedabad :  વિશ્વભરમાં ડાક સેવાઓમાં જળમૂળથી પરિવર્તન આવ્યું છે. ફિઝિકલ મેઇલથી ડિજિટલ મેઈલના આ યુગમાં, ડાક સેવાઓમાં વિવિધતામાં ઘણા નવા પરિમાણો ઉમેરાયા છે. ડાક કર્મચારી સરકાર અને સામાન્ય જનતા વચ્ચે સેવાઓ પ્રદાન કરવાની એક મહત્વપૂર્ણ કડી તરીકે આગળ આવ્યા છે. ઉપરોક્ત નિવેદન ‘વિશ્વ ડાક દિવસ’ પર ઉત્તર ગુજરાત પરીક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા. ‘યૂનિવર્સલ પોસ્ટલ યુનિયન’ ન માત્ર વિશ્વભરની ડાક સેવાઓને જોડે છે, પરંતુ વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી યુવાનોમાં રચનાત્મકતાનો પણ વિકાસ કરે છે. આ જ શ્રેણીમાં અમદાવાદ જીપીઓમાં ( Ahmedabad)  પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ‘યૂનિવર્સલ પોસ્ટલ યુનિયન પત્ર લેખન સ્પર્ધામાં’ શાંતિ એશિયાટિક સ્કૂલ, અમદાવાદની સુશ્રી હેતવી નિતિન મેહતાને પરિમંડળ સ્તરે પ્રથમ પુરસ્કાર તરીકે રૂ. 25,000/- અને મહારાજા અગ્રસેન વિદ્યાલય, અમદાવાદની સુશ્રી મીરા ઠક્કરને દ્વિતીય પુરસ્કાર તરીકે રૂ. 10,000/- ની રોકડ રકમ અને સર્ટિફિકેટ પ્રદાન કરી સન્માનિત કર્યા. 

Join Our WhatsApp Community
World Postal Day celebrated under the theme '150 years of enabling communication and empowering nations' people' in Ahmedabad GPO

World Postal Day celebrated under the theme ‘150 years of enabling communication and empowering nations’ people’ in Ahmedabad GPO

 

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે ‘વિશ્વ ડાક દિવસ’ ( World Post Day ) નો ઉદ્દેશ વિશ્વભરમાં લોકોને દૈનિક જીવન, વેપાર અને સામાજિક તથા આર્થિક વિકાસમાં ડાક સેવાઓની ભૂમિકા વિશે જાગૃતતા વધારવાનો છે. ‘એક વિશ્વ-એક ડાક પ્રણાલી’ ની ધારણા સકાર કરવા માટે ૯ ઓક્ટોબર, ૧૮૭૪ના રોજ ‘યુનિવર્સલ પોસ્ટલ યુનિયન’ ( Universal Postal Union ) ની સ્થાપના બર્ન, સ્વિટ્ઝર્લેન્ડમાં કરવામાં આવી, જેથી વિશ્વભરમાં એક સમાન ડાક વ્યવસ્થા લાગુ કરી શકાય.

World Postal Day celebrated under the theme ‘150 years of enabling communication and empowering nations’ people’ in Ahmedabad GPO

ભારત પહેલું એશિયાઈ રાષ્ટ્ર હતું, જે 1 જુલાઈ 1876ના રોજ આનું સભ્ય બન્યું. પાછળથી, વર્ષ 1969માં ટોકિયો, જાપાનમાં સંપન્ન યુનિવર્સલ પોસ્ટલ યુનિયન કોંગ્રેસમાં આ સ્થાપનાની તારીખ 9 અક્ટોબરને ‘વિશ્વ ડાક દિવસ’ તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવી. વર્ષ 2024માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (યૂપીયૂ) તેની 150મી વર્ષગાંઠ ઉજવી રહી છે, તેથી આ વર્ષની થીમ છે ‘સંચારને સક્ષમ બનાવવું અને રાષ્ટ્રના લોકોને સશક્ત બનાવાના 150વર્ષ’.

આ સમાચાર પણ વાંચો:  Ratan tata love story: જીવનભર અપરિણીત રતન ટાટાને ચાર વાર થયો હતો પ્રેમ, બોલિવૂડ ની આ અભિનેત્રી સાથે ડેટિંગ ના સમાચાર પણ આવ્યા હતા સામે

ડાક વિભાગ ( India Post ) દેશના સૌથી જૂના વિભાગોમાંથી એક છે, જે દેશના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતીય ડાક વિભાગ 170 વર્ષના તેના પ્રવાસમાં અનેક ઐતિહાસિક અને સામાજિક-આર્થિક ઘટનાક્રમોનું સાક્ષી રહ્યું છે. વર્તમાનમાં માહિતી અને સંચાર ક્રાંતિને કારણે અનેક નવી ટેકનોલોજીઓનો વિકાસ થયો છે અને ડાક સેવાઓએ પણ સમય સાથે નવી ટેકનોલોજીનો સમાવેશ, પોતાની સેવાઓમાં વૈવિધ્ય અને પોતાના વિશાળ નેટવર્કની અસરથી વિવિધ સંગઠનોના ઉત્પાદનો અને સેવાઓના વિતરણ અને વેચાણ માટે તેમની સાથે જોડાણ કરીને સાતત્યતા જાળવી રાખી છે. ડાક વિભાગની ભૂમિકામાં અનેક પરિવર્તન આવ્યા છે. ‘ડાકિયા ડાક લાયા’ની સાથે ‘ડાકિયા બેંક લાયા’ પણ હવે એટલું જ મહત્વનું છે. પત્રો અને પાર્સલની સાથે સાથે  આધુનિક યુગમાં લોકોના જીવન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વસ્તુઓ—આધાર કાર્ડ, પાસપોર્ટ, પેન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, બેંક ચેક બુક, એટીએમ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો, તેમજ વિવિધ મંદિરોના પ્રસાદ અને ગંગાજળ પણ ડાકઘરો દ્વારા જ પહોંચાડવામાં આવી રહ્યા છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના માધ્યમથી આર્થિક અને સામાજિક સમાવિષ્ટિ હેઠળ પોસ્ટમેન ચાલતા-ફરતા એટીએમના રૂપમાં નવી ભૂમિકા નિભાવી રહ્યા છે અને જન સુરક્ષા યોજનાઓથી લઈને આધાર, ડીબીટી, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, ઇ-શ્રમ કાર્ડ, વાહન વીમા, ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સુધીની સુવિધા પ્રદાન કરી રહ્યા છે.

World Postal Day celebrated under the theme ‘150 years of enabling communication and empowering nations’ people’ in Ahmedabad GPO

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibVisualility or liability for the same.)

 

Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Vande Mataram exhibition: સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન*
Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
Exit mobile version