Ahmedabad Shopping Festival: અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રજિસ્ટ્રેશન કરીને જીતી શકો છો સરપ્રાઇઝ ગિફ્ટ, તો આજે જ કરો રજિસ્ટ્રેશન! જાણો શું છે પ્રક્રિયા?

Ahmedabad Shopping Festival: આ રજિસ્ટ્રેશનની સાથે દરેક શોપિંગ ઝોન સુધી પહોંચવા ફ્રી બસ રાઇડ, એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ તેમજ મ્યુઝિકલ અને કલ્ચરલ કાર્યક્રમના નિ:શુલ્ક પ્રવેશ પાસ મળશે. સિંધુ ભવન રોડ ખાતે ૨૦ ઓક્ટોબરના રોજ સાંજે ૬થી ૧૦ કલાકે ગાયક કલાકાર પ્રહર વોરાનું લાઇવ પર્ફોર્મન્સ . કાંકરિયા ખાતે આ વીકએન્ડમાં યોજાશે લેસર શૉ

You can win a surprise gift by registering for the Ahmedabad Shopping Festival, so register today! Know what is the process

News Continuous Bureau | Mumbai

Ahmedabad Shopping Festival:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સહયોગથી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું 12 ઓકટોબર- 2024 થી 14 જાન્યુઆરી-2025 સુધી આયોજન કરવામાં આવ્યું છે, જેનો તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય પ્રારંભ કરાવ્યો છે.  

Join Our WhatsApp Community

અમદાવાદ ( Ahmedabad  ) મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં આવનારા તમામ મુલાકાતીઓએ માટે સરળ ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે મુલાકાતીઓએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની વેબસાઇટ https://www.ahmedabadshoppingfestival2024.com/ ની મુલાકાત લેવી પડશે. આ વેબસાઇટ પર તેઓએ પોતાનું વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરવું પડશે. આ રજિસ્ટ્રેશન દરમિયાન નામ, ઈ-મેઇલ આઇડી અને ફોન નંબર નાખ્યા બાદ એક ઓટીપી રજિસ્ટ્રેશન મોબાઇલ નંબર પર આવશે. ત્યારબાદ એક સર્ટિફિકેટ જનરેટ થશે, જેનાથી તમારી રિજસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થશે.    

You can win a surprise gift by registering for the Ahmedabad Shopping Festival, so register today! Know what is the process

You can win a surprise gift by registering for the Ahmedabad Shopping Festival, so register today! Know what is the process

રજિસ્ટ્રેશનની ( Online registration ) સાથો-સાથ મુલાકાતીઓને અનેક ઇનામો જીતવાની પણ તક મળી રહી છે. આ રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સાથે મુલાકાતીઓને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં નક્કી કરાયેલા તમામ શોપિંગ ઝોન સુધી પહોંચવા માટે નિ:શુલ્ક બસ રાઇડની સુવિધા, એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ, ફેસ્ટિવલ એક્સેસ જેમ કે મ્યુઝિક અને કલ્ચરલ કાર્યક્રમમાં નિશુલ્ક પ્રવેશ તેમજ સરપ્રાઇઝ ગિફ્ટ પણ મળશે.  

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં ( Ahmedabad Shopping Festival ) મુલાકાતીઓને માટે લકી ડ્રો પણ રાખવામાં આવ્યો છે. આ લકી ડ્રોમાં ભાગ લેવા માટે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની વેબસાઇટ પર ખરીદી કરનાર તમામ મુલાકાતીઓએ લોગઇન કરવું પડશે. ત્યારબાદ શોપિંગ બિલનો ફોટો અપલોડ કરવાનો રહેશે, જેમાં દુકાનનું નામ, ખરીદીની કિંમત અને વસ્તુનું નામ અવશ્ય લખવાનું રહેશે. 

આ સમાચાર પણ વાંચો : Gir Eco Sensitive Zone: ગુજરાત સરકારે દૂર કર્યું ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે જગતના તાતનું કન્ફ્યુઝન! વન વિભાગએ ખેડૂતોને આપી આ સલાહ

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ અંતર્ગત સિંધુ ભવન રોડ ખાતે ૨૦ ઓક્ટોબરના રોજ સાંજે ૬ થી ૧૦ કલાકે ગાયક કલાકાર પ્રહેર વોરાનું લાઇવ પર્ફોર્મન્સ માણવા મળશે. આ વીકએન્ડમાં 19-20 ઓક્ટોબરના રોજ કાંકરિયા ખાતે લેસર શૉનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

You can win a surprise gift by registering for the Ahmedabad Shopping Festival, so register today! Know what is the process

અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશની ધરતી પર જે પ્રકારે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે, એવા જ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2019માં અમદાવાદ ( Ahmedabad Municipal Corporation ) ખાતે કરાવ્યો હતો. હવે એ જ તર્જ પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ( Bhupendra Patel ) માર્ગદર્શનમાં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2014-25નું આયોજન કરવામાં આવ્યું છે. 

You can win a surprise gift by registering for the Ahmedabad Shopping Festival, so register today! Know what is the process

આ ફેસ્ટિવલમાં 4 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ – સિંધુ ભવન રોડ, સીજી રોડ રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, અને કાંકરિયા રામબાગ રોડ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લૉ ગાર્ડન, ગૂર્જરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદ નગર રોડ અને શોપિંગ મોલ્સ (દા.ત. અમદાવાદ વન મોલ પેલેડિયમ મોલ, ઇસ્કોન મેગા સીજી સ્ક્વેર, પેવેલિયન મોલ) સહિત 14 નિયત હોટસ્પોટ્સ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Exit mobile version