News Continuous Bureau | Mumbai
Bhuj Space Observatory: શું તમે જાણો છો કે માત્ર 30 રૂપિયામાં જ તમે અંતરિક્ષના રહસ્યોને જાણી અને જોઈ શકો છો? હા આ શક્ય બન્યું છે બ્રહ્માંડના પ્રવેશદ્વાર સમાન ભુજની નવનિર્મિત વેધશાળામાં. ભારતમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે શિક્ષણને વેગ આપવામાં અને અવકાશ સંશોધનમાં લોકોની રુચિ વધારવામાં આ વેધશાળાની મહત્વની ભૂમિકા છે. તો ચાલો, આપણે પણ અદ્યતન ટેક્નોલૉજી અને વિજ્ઞાનના સંગમને માણીએ.
કચ્છના ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા શહેર ભુજમાં ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વેધશાળામાં એક કરોડ રૂપિયામાં લગાવાયેલ 24 ઇંચનું ડૉલ-કિર્કહમ ટેલિસ્કોપથી ખગોળશાસ્ત્રના રસિકોને અદ્ભુત અવકાશી ઘટનાઓ નિહાળવાનો અવસર આપે છે.અહીં સામાન્ય લોકો માટે અત્યાધુનિક ટેલિસ્કોપ લાગેલો છે. આ ટેલિસ્કોપના માધ્યમથી તમે ચંદ્ર, ગુરુ, શનિ અને દૂરના ગ્રહો-નક્ષત્રોને સ્પષ્ટ રીતે જોઈ શકો છો.
આ સમાચાર પણ વાંચો: Immigration Clearance: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ વ્યકતિઓને રાહત, ગુજરાત પોલીસે આટલા નાગરિકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા
Bhuj Space Observatory: આકાશીય પદાર્થોને જોવા માટે શિયાળો શ્રેષ્ઠ ઋતુ છે. આ સમયગાળામાં આકાશ મોટા ભાગે ખૂબ જ ચોખ્ખુ હોય છે.ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ વેધશાળામાં ગાઇડની સુવિધા પણ છે. જાણકાર ગાઇડ ઉપગ્રહો, તારાઓ અને ગ્રહ-નક્ષત્રો વિશે રસપ્રદ માહિતી પ્રદાન કરે છે. અહીં શાળાના બાળકો માટે વિશેષ ડિસ્કાઉન્ટ છે, અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે આ સુવિધા મફત છે.
આ વેધશાળાનો મુખ્ય હેતુ માત્ર અવકાશી પદાર્થોના અવલોકન ઉપરાંત નાગરિકોને ‘મનોરંજન સાથે શિક્ષણ’આપવાનો પણ છે. આ વેધશાળા લોકોને ખગોળીય ઘટના વિશે માહિતગાર કરવામાં અને બ્રહ્માંડના રહસ્યો વિશે જિજ્ઞાસા જગાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.મુલાકાતીઓ સાંજે 6 થી 9 વાગ્યા સુધી વેધશાળાની મુલાકાત લઈ શકે છે. વિદ્યાર્થી હોય કે ખગોળશાસ્ત્રી હોય કે પછી સંશોધક , અહીં દરેક વ્યક્તિને અવકાશના રહસ્યોને સમજવાની સમાન તક છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed
Join Our WhatsApp Community