News Continuous Bureau | Mumbai
Comprehensive Agro Business Policy: ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ (૨૦૧૬-૨૧)” હેઠળ નોંધાયેલા વધુ ૩૧ કૃષિ ઉદ્યોગ સાહસિકોને રૂ. ૧૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. કૃષિ મંત્રીસાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા તેમજ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ડી. એચ. શાહ સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેટલાક લાભાર્થી ઉદ્યોગ સાહસિકોએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. કૃષિ મંત્રીએ પણ તેમની સાથે યોજના સંદર્ભે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.
“સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ (૨૦૧૬-૨૧)” હેઠળ નોંધાયેલા વધુ ૩૧ કૃષિ ઉદ્યોગ સાહસિકોને રૂ. ૧૦ કરોડથી વધુની સહાય ચૂકવી લાભાર્થીઓને સહાય હુકમ એનાયત કર્યાં.
કાર્યક્રમ દરમિયાન ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને CSRના ભાગરૂપે ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટને “હોમ કેર વિઝિટ… pic.twitter.com/XFOFRVTfgI
— Raghavji Patel (@RaghavjiPatel) October 16, 2024
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ( Gujarat Government ) કૃષિ ક્ષેત્રના ઝડપી અને ટકાઉ વિકાસ થકી નાગરિકોને ખાદ્ય સુરક્ષા, પોષણ સુરક્ષા ઉપરાંત આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ ( Comprehensive Agro Business Policy ) અમલમાં મૂકી હતી. આ નીતિ હેઠળ કૃષિ ઉદ્યોગોને મૂડી રોકાણ, વ્યાજ સહાય જેવા જુદા-જુદા ઘટકો માટે સહાય આપવામાં આવે છે. જે પૈકી મૂડી સહાય માન્ય સ્થાયી મૂડીરોકાણના ૨૫ ટકા અને બેંકની મુદતી લોન પર ૭.૫ ટકા વ્યાજ સહાયની અરજીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ( Gujarat ) દ્વારા ઉદ્યોગકારોની લાગણીને વાચા આપીને ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ. ૨૦૦ કરોડની બજેટ જોગવાઈ પણ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Somy ali on Lawrence bishnoi: સોમી અલી એ લોરેન્સ બિશ્નોઇ ને કરેલા એક મેસેજ એ મચાવ્યો સોશિયલ મીડિયા પર હંગામો, જાણો તેની પોસ્ટ માં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ એ શું લખ્યું
આ ઉપરાંત ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ( Gujarat Agro Industries Corporation ) દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી (CSR) અંતર્ગત ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (GCRI)ને આપવામાં આવેલી હોમ કેર વિઝિટ વાનને કૃષિ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. CSR હેઠળ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા GCRIને હોમ કેર વાન તેમજ ૬ સ્લાઇડ કેબીનેટની ખરીદી માટે રૂ. ૨૧.૯૦ લાખનું ફંડ આપવામાં આવ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)