News Continuous Bureau | Mumbai
CM Bhupendra Patel: વિકાસ સપ્તાહના ભાગરૂપે આજે ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખનીજના બ્લોકની હરાજી કર્યાબાદ પાત્ર લીઝધારકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈરાદાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ( CM Bhupendra Patel ) ગુજરાતની વિકાસયાત્રામાં ઉદ્યોગ સાહસિકોના યોગદાનને બિરદાવ્યું હતું.
ઉદ્યોગ સાહસિકતા દિવસ કાર્યક્રમમાં શેપા લાઈમસ્ટોન ( Mineral block auction ) અને માર્લ બ્લોક તથા વરવાડા લાઈમસ્ટોન અને માર્લ બ્લોકમાં ઇરાદાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જુનાગઢ જિલ્લાના શેપા લાઈમસ્ટોન માર્લ બ્લોક રિસોર્સમાં ભારત ક્વોરી વર્કર્સને 50 વર્ષની મુદ્દત માટે માઇનીંગ લીઝના ( Mining Lease ) ઇરાદાપત્ર આપવામાં આવ્યા હતા.
બીજી તરફ દેવભૂનિ દ્વારકાના વરવાડા લાઇમસ્ટોન અને માર્લ ખનીજ બ્લોકમાં શ્રી જેસા રણમલ કંડોરીયાને 50 વર્ષની મુદ્દત માટે ઇરાદાપત્ર આપવામાં આવ્યા હતા. સાબરકાંઠામાં હરસોલ બ્લોક-1માં અશોકકુમાર અમૃતભાઇ પટેલને 50 વર્ષ માટે મંજુરી હુકમ આપવામાં આવ્યો હતો. તે સિવાય ભુજના નડાપામાં ચાઇનાક્લે ખનિજની ક્વોરી લીઝની અરજી સંદર્ભે શ્રી ગોકુલ કાનાભાઈ ડાંગરને ઇરાદાપત્ર ( letter of intent ) આપવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Gujarat Textile Policy 2024: CM ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024’ કરી લોન્ચ, 7% સબસિડી સહિત પોલિસી અંતર્ગત આ ખાસ મુદ્દાઓ પર કર્યું ધ્યાન કેન્દ્રિત.
પારદર્શક પ્રક્રિયાથી લીઝની ( Mineral Leaseholders ) ફાળવણી, અત્યારસુધી મુખ્ય ખનિજના 25 બ્લોકની હરાજી પૂર્ણ
વિવિધ ઉદ્યોગો અને રાજ્યના આંતરમાળાખાકીય વિકાસના પ્રોજેક્ટ માટે ખનિજ અગત્યની ભૂમિકા ભજવે છે. ઉદ્યોગ સાહસિકો આ વિકાસ યાત્રામાં ભાગ લઇ ઉત્સાહપૂર્વક રીતે જોડાઈ શકે તે માટે લીઝની ફાળવણી ઓક્શનના માધ્યમથી પારદર્શક અને સ્પર્ધાત્મક પદ્ધતિથી કરવામાં આવે છે. ઉપરાંત EODB ના ભાગ રૂપે ખાનગી જમીનમાં ઝડપથી ગૌણ ખનીજની લીઝ મળે તે માટે અરજી આધારિત લીઝ આપવાની જોગવાઈ પણ રાજ્ય સરકારે કરી છે. રાજ્ય સરકાર ( Gujarat Government ) દ્વારા અત્યાર સુધી 25 બ્લોકની હરાજી સફળતાપૂર્વક કરવામાં આવી છે જેમાંથી 20 બ્લોક માટે ઇરાદાપત્ર આપવામાં આવ્યા છે. જ્યારે ગૌણ ખનિજોના 2280 બ્લોકની સફળ હરાજી કરવામાં આવી છે.
વધુમાં, EODBના ભાગરૂપે ગૌણ ખનિજના નિયમો, 2017માં તા.12/10/2022ના સુધારા થકી ખાનગી માલિકીની જમીનમાં 4 હેક્ટરની મર્યાદામાં અરજી આધારિત લીઝ ફાળવણીની જોગવાઈ કરવામાં આવી છે. જેથી, ખાનગી જમીન માલિકો સરળતાથી લીઝ મેળવી શકે અને અત્યારસુધીમાં કુલ 188 અરજીઓને લીઝ મેળવવા પૂર્વ મંજૂરી આપવામાં આવી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.