Site icon

Mundra Port Postage Stamp: મુન્દ્રા પોર્ટના 25 વર્ષની ઉજવણી, વિશ્વ ટપાલ દિવસ નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલે વિકાસયાત્રાના પ્રતીકરૂપે આ ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ.

Mundra Port Postage Stamp: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુન્દ્રા પોર્ટના 25 વર્ષની વિકાસયાત્રાના પ્રતીકરૂપે સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું. વિશ્વ ટપાલ દિવસે અનાવરણ કરાયેલી ટપાલ ટિકિટ મુન્દ્રા પોર્ટની વિકાસગાથાનું પ્રતીક બનશે. દેશના મેરિટાઈમ સેક્ટર અને આર્થિક વિકાસમાં મુન્દ્રા પોર્ટના 25 વર્ષના યોગદાનની ઉજવણી અંતર્ગત ભારતીય પોસ્ટ વિભાગે ટપાલ ટિકિટ જારી કરી. સ્ટેમ્પ શીટની નકલ નવી દિલ્હીના નેશનલ ફિલાટેલિક મ્યુઝિયમમાં પણ પ્રદર્શિત કરાશે

CM Bhupendra Patel unveils commemorative postage stamp to mark 25 years of Mundra Port's development journey

CM Bhupendra Patel unveils commemorative postage stamp to mark 25 years of Mundra Port's development journey

 News Continuous Bureau | Mumbai

Mundra Port Postage Stamp: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુન્દ્રા પોર્ટની વિકાસયાત્રાના 25 વર્ષ પૂર્ણ થયાની સ્મૃતિમાં સ્મારક ટપાલ ટિકિટનું ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું.   

Join Our WhatsApp Community

દેશના મહત્વના વ્યાપારી બંદર તરીકે મુન્દ્રાની સામાન્ય જેટીથી વૈશ્વિક શિપિંગ હબ સુધીની વિકાસયાત્રાને દર્શાવતી સ્મારક ટપાલ ટિકિટ “પ્રગતિના 25 વર્ષ – મુન્દ્રા પોર્ટ” શીર્ષક સાથે પ્રસ્તુત કરવામાં આવી છે. 9 ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસે ઇન્ડિયા પોસ્ટ દ્વારા આ સ્મારક ટપાલ ટિકિટ ( Postage Stamp ) જારી કરવામાં આવી છે. 

ઈન્ડિયા પોસ્ટ દ્વારા જાહેર કરાયેલી આ સ્મારક સ્ટેમ્પનું ( World Post Day ) શીર્ષક ” પ્રગતિના 25 વર્ષ – મુન્દ્રા પોર્ટ” છે અને 12 સ્ટેમ્પ ધરાવતી સ્ટેમ્પની શીટ ઈન્ડિયા પોસ્ટ દ્વારા APSEZ સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. હૈદરાબાદના સિક્યોરિટી પ્રિન્ટિંગ પ્રેસમાં કુલ 60,000 સ્ટેમ્પ સાથે 5,000 સ્ટેમ્પ શીટ્સ છાપવામાં આવી છે. એટલું જ નહિ, સ્ટેમ્પ શીટની નકલ નવી દિલ્હીના નેશનલ ફિલાટેલિક મ્યુઝિયમમાં પણ કાયમી ધોરણે પ્રદર્શિત કરવામાં આવશે.

આ સ્ટેમ્પ ઈન્ડિયા પોસ્ટના ( India Post ) ઈ-પોર્ટલ દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ રહેશે. આ મુન્દ્રા પોર્ટ સ્મારક સ્ટેમ્પ ઉપરાંત, ઈન્ડિયા પોસ્ટ દ્વારા વિશેષ કવર અને સ્ટેમ્પ રદ કરવાની પ્રક્રિયા પણ રજૂ કરવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો: Ratan Tata bollywood: ઓટો થી લઈને સ્ટીલ સુધીના વ્યવસાય સાથે સંકળાયેલા ટાટા ગ્રુપ એ બોલિવૂડ ફિલ્મમાં પણ કર્યું હતું નિર્માણ, આ હતી રતન ટાટા ની પહેલી અને છેલ્લી ફિલ્મ

કચ્છ અખાતના ઉત્તર કિનારે આવેલું મુન્દ્રા ( Mundra Port ) મહત્વનું પોર્ટ છે. આ પોર્ટ પર ગુજરાત મેરિટાઈ બોર્ડ દ્વારા 1994માં કેપ્ટિવ જેટી તરીકે શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. ત્યાર બાદ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે આ પોર્ટનો વિકાસ થયો છે, એટલું જ નહિ, 2001થી મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક સેઝ (MPSEZ) કાર્યરત છે. 

આ વિશેષ સ્મારક ટપાલ ટિકિટ ( Commemorative postage stamp ) વિમોચન વેળાએ ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, મનોજકુમાર દાસ તેમજ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કરણ અદાણી અને ઈન્ડિયા પોસ્ટના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version