Himalaya trekking program: 17 થી 45 વર્ષ ના યુવા માટે નિ:શુલ્ક હિમાલય ભ્રમણ કાર્યક્રમ, આ તારીખ સુધી કરી શકો છો અરજી

Himalaya trekking program: સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલિમ સંસ્થા દ્વારા જુલાઈ 2025માં વિશેષ પ્રવાસ

by Zalak Parikh
Free Himalaya trekking program for youth

News Continuous Bureau | Mumbai

Himalaya trekking program: માઉન્ટ આબુ સ્થિત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલિમ સંસ્થા દ્વારા જુલાઈ 2025માં હિમાલય) ભ્રમણ કાર્યક્રમ યોજાશે. ગુજરાત યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ યોજનાનું આયોજન થયું છે, જેમાં 17 થી 45 વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઇ શકે છે.

 

કોણ અને કેવી રીતે ભાગ લઈ શકે?

ઈચ્છુક ઉમેદવારો નિયત અરજી પત્રક દ્વારા 7 મે 2025 સુધી અરજી કરી શકે. ઉમેદવારોએ સ્વ-imi એમિનિસ્ટ્રેશન (SVIM Administration)ના Facebook Page પરથી અરજીપત્રક મેળવી શકે.

આ સમાચાર પણ વાંચો: Atal Bhujal Yojana: ગુજરાતમાં આ યોજના દ્વારા ભૂગર્ભ જળ સ્તરમાં નોંધપાત્ર વધારો

શારીરિક અને શિક્ષણ સંબંધિત લાયકાતો

  • શારીરિક તંદુરસ્તી (Fitness) માટે તબીબી પ્રમાણપત્ર જરૂરી
  • જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) અથવા ડોમિસાઇલ પ્રમાણપત્ર (Domicile Certificate)
  • ખડક ચડાણ કોચિંગ (Rock Climbing Coaching) સમાપ્ત કર્યાનું પ્રમાણપત્ર (અગ્રતા આપવામાં આવશે)

પસંદગી પામેલા ઉમેદવારો માટે પ્રવાસ ખર્ચ

પસંદગી પામેલા ઉમેદવારને પ્રવાસ ખર્ચ, ભોજન, અને નિવાસ સરકાર તરફથી નિ:શુલ્ક આપવામાં આવશે. અન્ય વ્યક્તિગત સામગ્રીઓ ની જવાબદારી ઉમેદવારોની રહેશે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More