News Continuous Bureau | Mumbai
Western Railway Shanti Express: 02 ફેબ્રુઆરી 2025 થી ગાંધીનગર-ઈન્દોર શાંતિ એક્સપ્રેસ એલ.એચ.બી. રેકથી ચાલશે
પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા યાત્રીઓની યાત્રાને વધુ સુવિધાજનક બનાવવા અને સંરક્ષાને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 19309/19310 ગાંધીનગર કેપિટલ-ઈન્દોર-ગાંધીનગર કેપિટલ શાંતિ એક્સપ્રેસના પારંપરિક આઈસીએફ રેકને એલએચબી (લિંકહૉફમેન બુશ) રેકથી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :-
ટ્રેન નંબર 19309 ગાંધીનગર કેપિટલ-ઈન્દોર શાંતિ એક્સપ્રેસ ( Gandhinagar-Indore Shanti Express ) 02 ફેબ્રુઆરી 2025 થી તથા ટ્રેન નંબર 19310 ઈન્દોર-ગાંધીનગર કેપિટલ શાંતિ એક્સપ્રેસ ( Western Railway Shanti Express ) 01 ફેબ્રુઆરી, 2025 થી એલએચબી રેકથી ચાલશે. આ ટ્રેનમાં એક ફર્સ્ટ એસી, બે સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 7 સ્લીપર શ્રેણી અને 4 સામાન્ય શ્રેણીના કોચ રહેશે.
આ સમાચાર પણ વાંચો : National Sports Governance Bill 2024: વિકસિત ભારતની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું, કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી મનસુખ માંડવિયાએ આ બિલના મુસદ્દા પર કરી પરામર્શ બેઠકની અધ્યક્ષતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.