News Continuous Bureau | Mumbai
Atal Bhujal Yojana: જળ એ જીવન છે’ના મંત્રને ચરિતાર્થ કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર હંમેશા પ્રયત્નશીલ છે.
પ્રથમ તબક્કામાં દેશમાં ગુજરાત સહિત વિવિધ ૭ રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તરને નીચે જતું અટકાવવું અને તેનું સ્તર ઊંચુ લાવવાના ઉમદા હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શુસાશન દિવસ તા. ૨૫ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ‘અટલ ભૂજલ યોજના’નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ યોજનાના અમલીકરણના પરિણામે ગુજરાતમાં પસંદગી કરાયેલા ૬ જિલ્લાઓના ૩૬ તાલુકામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં તેમજ જળ સંચયના લોક ભાગીદારીના સંયુક્ત પ્રયાસોથી કેટલાક વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તરમાં ૦૪ મીટર સુધી અને તેના કરતાં વધુ ઊંચા લાવવામાં રાજ્ય સરકારને સફળતા મળી છે તેમ, જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું
‘અટલ ભૂજલ યોજના’ કેવી રીતે કામ કરે?
આ યોજના હેઠળ ૧,૮૭૩ ગ્રામ પંચાયતો માં પાણીના સંચાલન માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: CREDAI Change of Guard Ceremony-2025 : મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ક્રેડાઈની ‘ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની-૨૦૨૫’ યોજાઈ
ભૂગર્ભ જળ સ્તર માં નોંધપાત્ર વધારો
વર્ષ ૨૦૧૫થી ૨૦૨૩ (2015-2023) દરમિયાન પ્રી-પોસ્ટ મોનસૂન સરેરાશ વોટર લેવલની તુલનામાં વર્ષ ૨૦૨૪માં વધારો જોવા મળ્યો છે.
સરકારના મોનિટરિંગ પ્રયાસો
૩,૦૬૦ મોનિટરિંગ સ્ટેશન પર ભૂગર્ભ જળ સ્તર અને ગુણવત્તા માટે નિયમિત મોનિટરિંગ હાથ ધરવામાં આવે છે