News Continuous Bureau | Mumbai
Gandhi Nagar Metro: કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) દ્વારા તારીખ 9મી જાન્યુઆરી 2025ના રોજ, ફેઝ-2 કોરિડોરના મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 અને GNLUથી ગિફ્ટસિટી મેટ્રો સ્ટેશન સુધીના નિરીક્ષણને ધ્યાનમાં રાખીને, મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્શન વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 10.40 કલાકથી સાંજના 4 વાગ્યા સુધી સ્થગિત રહેશે.
સેક્ટર-1થી મોટેરા સ્ટેડિયમ માટેની છેલ્લી ટ્રેન ૯મી તારીખે સવારે 10.00 કલાકે ઉપડશે અને GNLU થી ગિફ્ટ સિટી માટે સવારે 09.45 કલાકે ઉપડશે.
સાંજના 4 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 અને GNLUથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન સેવાઓ હાલના સમયપત્રક મુજબ કાર્યરત રહેશે.
આ સમાચાર પણ વાંચો : Bhupendra Patel: રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.