News Continuous Bureau | Mumbai
Ek Ped Maa Ke Naam: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) ‘એક પેડ માં કે નામ’ અભિયાન અન્વયે રાજ્યભરની 53,065 આંગણવાડીઓમાં વૃક્ષારોપણના ( Plantation ) અભિનવ પ્રયોગનો ગાંધીનગર થી આંગણવાડીના બાળકો સાથે વૃક્ષ વાવીને પ્રારંભ કરાવ્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસે દેશવાસીઓને પર્યાવરણ જતન-સંવર્ધનથી અને ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા ‘એક પેડ માં કે નામ’ વૃક્ષ વાવેતર અને ઉછેરના અભિયાનનું આહવાન કર્યું છે.
દરેક વ્યક્તિ પોતાની માંની સ્મૃતિમાં કે માતાની સાથે મળીને એક વૃક્ષ વાવે ( tree planting ) અને ધરતી માતાની પર્યાવરણીય રક્ષા કરે તેમજ ગ્રીન કવર વધારે તેવો આશય વડાપ્રધાનશ્રીએ આ અભિયાનમાં રાખેલો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના પર્યાવરણપ્રિય વિચારને સાકાર કરવા ગુજરાતમાં ( Gujarat ) આ અભિયાન અન્વયે આગામી સપ્ટેમ્બર-2024 સુધીમાં 12.20 કરોડ અને માર્ચ-2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો વન વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગો દ્વારા વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
એક સંકલ્પ – માઁ સરસ્વતીના ધામને હરિયાળા બનાવવાનો..
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત આજે શ્રાવણ મહિનાના પ્રારંભે રાજ્યની 53,000 થી વધુ આંગણવાડીઓમાં સવા ત્રણ લાખ જેટલા વૃક્ષો વાવવાની પહેલનો શુભારંભ કરાવ્યો.
આ પહેલના ભાગરૂપે… pic.twitter.com/GkNIZJp54h
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 5, 2024
એટલું જ નહિ, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની આંગણવાડીઓના ભૂલકા-બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ જતન તેમજ વૃક્ષપ્રેમ અને વૃક્ષોના ઉછેર, સંવર્ધનની આદત કેળવાય તેવો પર્યાવરણ જતનલક્ષી પ્રેરક અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર મહિલા અને બાળ કલ્યાણ વિભાગને રાજ્યની 53,065 આંગણવાડીમાં આ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત મોટાપાયે વૃક્ષારોપણ માટે પ્રેરણા આપી હતી.
તદનુસાર , આ રાજ્યવ્યાપી અભિયાન નો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ગાંધીનગરમાં ( Gandhinagar ) સેક્ટર-3Aન્યૂની આંગણવાડીમાં બાળકો સાથે વૃક્ષારોપણ કરીને કરાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Ahmedabad Police: અમદાવાદ શહેર પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ ઝુંબેશ અને ધિરાણ માટે મેગા લૉન કાર્યક્રમ યોજ્યો
આ અભિયાનમાં સમગ્ર રાજ્યની આંગણવાડીઓમાં કુલ મળીને 3.15 લાખથી વધુ વૃક્ષો ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વાવવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આંગણવાડીના ભૂલકાઓ સાથે સ્નેહસભર વાર્તાલાપ કર્યો હતો. તેમને ફળ-છોડ ના રોપાઓનું વિતરણ પણ કર્યું હતું અને ટેક હોમ રાશનમાંથી બનાવેલી વાનગીઓનું નિર્દશન નિહાળ્યું હતું.
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન, તેમજ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સહિત વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, ડેપ્યુટી મેયરશ્રી અને મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, અગ્રણીઓ તથા સેક્ટરના વસાહતીઓ અને મહિલા બાળ કલ્યાણ સચિવશ્રી નિરાલા, કમિશનર શ્રી રણજીત કુમાર, નિયામક શ્રીમતી કુમુદ બેન તેમજ શહેર-જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)