Railway: આજે વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં એન્જિનિયરિંગ બ્લોક, આ એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગર કેપિટલ અને સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રહેશે રદ

Railway Veraval-Gandhinagar Capital Express train on March 22 will be affected due to the block

News Continuous Bureau | Mumbai

Railway: રાજકોટ ડિવિઝનના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં એન્જિનિયરિંગ બ્લોકને કારણે ગાંધીનગર કેપિટલ-વેરાવળ-ગાંધીનગર કેપિટલ ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે. જે નીચે મુજબ છે:-

તા. 22.03.2025 ના રોજ, ટ્રેન નં. 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ અને ટ્રેન નં. 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેનો ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર-ગાંધીનગર કેપિટલ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. 

આમ, તા. 22.03.2025 ના રોજ ટ્રેન નં. 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ને હવે સુરેન્દ્રનગર ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને સુરેન્દ્રનગરથી તેને ટ્રેન નં. 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ તરીકે ચલાવવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : Western Railway : મુસાફરોની સુવિધામાં વધારો, આ તારીખથી પશ્ચિમ રેલ્વે દોડાવશે ભુજ અને રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન.. ચેક કરો શેડ્યુલ..

ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.