SPIPA : રાજ્યના વર્ગ ૧-૨ના અધિકારીઓ તેમજ વર્ગ-૩નાં કર્મચારીઓને સમયની માંગ મુજબ તાલીમ આપી “સુશાસન” માટે તૈયાર કરતી એકમાત્ર સંસ્થા – સ્પીપા

વર્ષ ૨૦૨૩-૨૪માં પૂર્વસેવા તાલીમાંત તેમજ બઢતી માટેની ખાતાકીય પરીક્ષામાં ૨,૫૪૦ તથા વર્ષ ૨૦૨૪-૨૫માં ૨,૯૩૮ પરીક્ષાર્થીઓ સહભાગી થયા

by Akash Rajbhar
SPIPA Empowering Class 1-2 Officers & Class-3 Employees for Good Governance

News Continuous Bureau | Mumbai

  • વર્ષ ૨૦૨૩-૨૪માં પૂર્વસેવા તાલીમાંત તેમજ બઢતી માટેની ખાતાકીય
    પરીક્ષામાં ૨,૫૪૦ તથા વર્ષ ૨૦૨૪-૨૫માં ૨,૯૩૮ પરીક્ષાર્થીઓ સહભાગી થયા

• UPSC પરીક્ષામાં આજદિન સુધીમાં સ્પીપાના કુલ ૨૮૬ ઉમેદવારો અંતિમ પસંદગી પામ્યા
• વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પ્રવેશ પરીક્ષા બાદ પસંદગી પામતા ૧૦૦ યુવક-યુવતીઓને વિનામૂલ્યે તાલીમ
• સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને રૂ. ૬૧ હજાર સુધીની પ્રોત્સાહન સહાય
• સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ અંતર્ગત ચાલુ વર્ષે બજેટમાં અંદાજે રૂ.૨૯૯ લાખની જોગવાઈ
• રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા ખાતે સ્પીપા કેમ્પસ કાર્યરત

ગુજરાત સરકારની પ્રતિષ્ઠિત એવી રાજ્યકક્ષાની તાલીમ સંસ્થા એટલે “સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા”-SPIPA. માનવ સંસાધન કૌશલ્યવર્ધન થકી સુશાસનને સરળ બનાવવાના હેતુસર અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ માટે મુખ્યત્વે સ્પીપા, અમદાવાદ સહિત વિવિધ તાલીમ કેન્દ્રો દ્વારા વિવિધ તાલીમ કાર્યક્રમો અને પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા રાજ્ય સરકારની સેવામાં નવી નિમણૂક પામી જોડાતા અધિકારીઓ તેમજ કર્મચારીઓને સરકારી નિયમો અને કાર્યપ્રણાલીઓનું અદ્યતન જ્ઞાન આપી અસરકારક સેવા પૂરી પાડવા માટે તાલીમબદ્ધ કરવાનું જરૂરી કાર્ય કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો  : Bardoli: બારડોલી ૧૮૧ અભયમ ટીમે મધ્યરાત્રિએ મહિલાને આપઘાત કરતા બચાવી

સ્પીપા ખાતે વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓ તેમજ વર્ગ-૩નાં કર્મચારીઓ માટેની પૂર્વ સેવા તાલીમનું આયોજન કરવામાં આવે છે. આ તાલીમને અંતે પરીક્ષા યોજાય છે, જે નિયત તકોમાં પાસ કરવી દરેક અધિકારી-કર્મચારી માટે ફરજિયાત હોય છે. વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૨૨ પૂર્વ સેવા તાલીમાંત તેમજ બઢતી માટેની ખાતાકીય પરીક્ષાઓમાં ૨,૫૪૦ પરીક્ષાર્થીઓ તથા વર્ષ ૨૦૨૪-૨૫ એપ્રિલ થી નવેમ્બર માસ સુધી કુલ ૧૨ પૂર્વ સેવા તાલીમાંત તેમજ બઢતી માટેની ખાતાકીય પરીક્ષાઓમાં ૨,૯૩૮ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્પીપા દ્વારા પ્રોબેશ્નર આઇ.એ.એસ. અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના અધિકારીઓ-કર્મચારીઓ માટે સમયની માંગ મુજબની તાલીમ, વિવિધ નિયમો અને વિનિમયો પરની સેવાકાળ દરમિયાનની ખાતાકીય તાલીમ, ઇન્ડકશન તાલીમ, માહિતી અધિકાર અને જાહેર સેવાઓ અંગેના નાગરિકોના અધિકાર અધિનિયમ સંબધિત તાલીમ કાર્યક્રમો, WTO સંબંધિત કાર્યક્રમો સંદર્ભે નોડલ સંસ્થા તરીકે તાલીમ કાર્યક્રમો, રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાના પરિસંવાદો, કાર્યશાળાઓ, પરિષદો, ચર્ચાઓ, લેક્ચર સિરીઝ, કસ્ટમાઇઝડ તાલીમ કાર્યક્રમો, વહીવટી વિકાસ કાર્યક્રમો, જ્ઞાનવર્ધક કાર્યક્રમો, ગુજરાત સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ દ્વારા ક્ષમતા નિર્માણ કાર્યક્રમો, સીસીસી+ પરીક્ષાઓ માટે તાલીમ અને પરીક્ષા વગેરેનું આયોજન કરવામાં આવે છે.

સ્પીપા તાલીમ કેન્દ્રમાં વર્ષ ૨૦૨૩-૨૪ અને વર્ષ ૨૦૨૪-૨૫માં અનુક્રમે ગેઝેટેડ ઓફિસર્સ બેચના ૨૭૨ અને ૨૧૫, વર્ગ-૩ના ૨૦૭૯ અને ૧૫૧૫, કસ્ટમાઈઝ તાલીમમાં ૯૪૩ અને ૩૪૬, ઇ.ડી.પી. તાલીમમાં ૫૪૯ અને ૨,૩૭૯, આર.ટી.આઈ. એક્ટ-૨૦૦૫ની તાલીમમાં ૧,૯૨૮ અને ૧,૨૩૮, આર.સી.પી.એસ. એક્ટ-૨૦૧૩ની તાલીમમાં ૧,૨૪૪ અને ૭૮૦ તેમજ CCC+ તાલીમમાં ૮૭૯ અને ૧૮૯ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.

આ સમાચાર પણ વાંચો  : Navyug Arts College: નવયુગ આર્ટ્સ કોલેજના સૈયદ ઉમરની ફૂટબોલ માટે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

રાજ્યના વધુમાં વધુ યુવાનો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-UPSC દ્વારા લેવાતી વહીવટી સેવા અને તેની સંલગ્ન પરીક્ષાની ઉચ્ચકક્ષાની તાલીમ આપવાના હેતુથી સ્પીપા, અમદાવાદ અને તેના નિયંત્રણ હેઠળના પ્રાદેશિક તાલીમ કેન્દ્રો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા તેમજ ગુજરાત કોમર્સ કોલેજ ખાતે પસંદગી પામેલ ઉમેદવારો માટેના તાલીમવર્ગ ચલાવવામાં આવે છે. તદુપરાંત IBPS, RBI, SBI, LIC જેવી વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાતી ભરતી પરીક્ષાઓ માટે ગુજરાતનાં યુવાનોને તાલીમબદ્ધ કરવા માટે સી.જી.આર.એસ સ્ટડી સેન્ટર વર્ષ ૨૦૧૩-૧૪થી કાર્યરત છે. દર વર્ષે પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયાને અંતે પસંદગી પામતા ૧૦૦ જેટલા યુવક-યુવતીઓને સ્પીપા ખાતે વિનામૂલ્યે સઘન તાલીમ આપવામાં આવે છે.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો તથા સરકારી અધિકારીઓ-કર્મચારીઓને સુવ્યવસ્થિત તેમજ યોગ્ય તાલીમ મળી રહે તે હેતુસર સ્પીપાના અદ્યતન સુવિધાઓયુક્ત કેમ્પસ બનાવવામાં આવ્યા છે. આ વિવિધ કેમ્પસોમાં આધુનિક રૂમ, ડાઇનીંગ હોલ, વેઇટીંગ લોન્જ, સેમિનાર હોલ, લેન્ડ સ્કેપીંગ, લાયબ્રેરી, કોમ્પ્યૂટર લેબ, જીમ જેવી સુવિધાઓથી સજ્જ હોસ્ટેલો કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત સ્પીપા ખાતે UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે વિનામૂલ્યે પ્રશિક્ષણ આપવામાં આવે છે તથા લાયબ્રેરીમાં પરીક્ષાની તૈયારી માટે જરૂરી એવા તમામ પ્રકારના પુસ્તકો, મેગેઝીન, ન્યુઝ પેપર્સ વગેરે ઉપલબ્ધ કરવામાં આવે છે. આ ઉપરાંત ઉમેદવારો તૈયારી કરવા માટે ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરી શકે તે હેતુથી વિનામૂલ્યે વાઇ-ફાઇ ફેસીલીટી પણ આપવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો  : Vehicle Auction: તા.૮મી જાન્યુ.એ ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે જપ્ત વાહનોની જાહેર હરાજી થશે

રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક-યુવતીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે વિવિધ નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. જેમ કે તાલીમવર્ગમાં પ્રવેશ મેળવ્યેથી વધુમાં વધુ સાત મહિના માટે પ્રતિમાસ રૂ.૨,૦૦૦ પ્રોત્સાહન સહાય, UPSCની પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકને રૂ.૨૫,૦૦૦ અને યુવતીને રૂ.૩૦,૦૦૦, UPSCની મુખ્ય પરીક્ષા પાસ કરનાર યુવકને રૂ.૨૫,૦૦૦ અને યુવતીને રૂ.૩૦,૦૦૦ તથા UPSCની પરીક્ષામાં ફાઈનલ પસંદગી પામનાર ગુજરાતના ડોમિસાઇલ યુવકને રૂ.૫૧,૦૦૦ અને યુવતીને રૂ.૬૧,૦૦૦ તેમજ ગુજરાતના નોન-ડોમિસાઇલ યુવકને રૂ.૨૧,૦૦૦ અને યુવતીને રૂ.૩૧,૦૦૦ પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે. જેના પરિણામે વર્ષ ૨૦૨૩માં લેવાયેલી UPSC પરીક્ષામાં સ્પીપાના કુલ ૨૬ ઉમેદવારો સફળ થયા હતા. આમ, સંસ્થાના સ્થાપના વર્ષ ૧૯૯૨થી અત્યાર સુધીમાં કુલ ૨૮૬ ઉમેદવારો અંતિમ પસંદગી પામ્યા છે.

વર્ષ ૨૦૦૯માં ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. નીતિનિર્માણ અને સેવા વિતરણ પ્રક્રિયાઓમાં આધુનિક અને અસરકારક અભિગમનો ઉપયોગ કરીને રાજ્યમાં સુશાસનની દિશામાં યોગદાન આપી શકે તેમજ સરકારી વિભાગોમાં પરિવર્તન માટે ઉત્પ્રેરક તરીકે સેવા આપી શકે તે હેતુથી સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૩-૨૪મા આ યોજનામાં કુલ ૧૮ જેટલા યુવાનોએ લાભ લીધો હતો. સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ ૨૦૨૪-૨૫ માટે બજેટમાં રૂ.૨૯૯ લાખની તથા વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ.૩૫૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે, એમ સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા-સ્પીપાની યાદીમાં જણાવ્યું છે.
—–
જીગર બારોટ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More