News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈ (Mumbai) માં આજથી ૧૮થી ૫૯ વર્ષના લાભાર્થીઓને 1 નવેમ્બર, ૨૦૨૩થી નાક વાટે લેવામાં આવતી ઈન્કોવ્હૅક કોવિડ પ્રતિબંધક વેક્સિનનો પ્રતિબંધાત્મક (Incovac covid preventive vaccine) (બૂસ્ટર) ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવવાની જાહેરાત પાલિકાના આરોગ્ય ખાતાએ કરી છે.
આ પહેલા મુંબઈના તમામ ૨૪ વોર્ડમાં ૨૮ એપ્રિલ, ૨૦૨૩થી ૬૦ વર્ષથી ઉપરના નાગરિકોને તેમ જ ૨૩ જૂન, ૨૦૨૩થી આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટ લાઈન કર્મચારીઓને નાક વાટે આપવામાં આવતી ઈન્કોવ્હૅક કોવિડ-૧૯ વૅક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Pakistan In WC 2023: શું પાકિસ્તાન હજી પણ વર્લ્ડ કપના સેમી ફાઈનલમાં પહોંચી શકે છે.. જાણો શું કહે છે સંપુર્ણ સમીકરણો.. વાંચો વિગતે અહીં..
બીજી રસી લેવાના છ મહિનાએ ઈન્કોવ્હૅકનો બૂસ્ટર ડોઝ લઈ શકાય છે….
તેમ જ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ પાલિકા તરફથી 1 નવેમ્બર, ૨૦૨૩થી ઈન્કોવ્હૅકની રસી ૧૮ થી ૫૯ વર્ષના લાભાર્થીઓને બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવી રહી છે. કોવિશિલ્ડ અથવા કોવૅક્સિનની બીજી રસી લેવાના છ મહિનાએ ઈન્કોવ્હૅકનો બૂસ્ટર ડોઝ લઈ શકાય છે.
કોવિશિલ્ડ અથવા કોવૅક્સિન સિવાય અન્ય કોઈ પણ વૅક્સિન માટે બૂસ્ટર ડોઝ તરીકે ઈન્કોવ્હૅક લઈ શકાશે નહીં એવી સ્પષ્ટતા પાલિકાના આરોગ્ય ખાતાએ કરી છે.