પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat : વામનજીએ ( Vamanji ) સ્વર્ગનું રાજ્ય ઈન્દ્રને આપ્યું. બલિરાજાને ( Baliraja ) ત્યાં વામન ભગવાન દાન લેવા ગયા, અને દાન લઇ તેને ઘેર પહેરો ભરવો પડયો. જે દાન લે તે, બંધનમાં પડે છે. સર્વને આનંદ થયો. એક મહાલક્ષ્મી દુ:ખી થયાં. ઘરમાં બધું હતું પણ નારાયણ વગર ચેન પડતું નથી. કયારે આવશે? ક્યાં હશે?
અકળાઈને નારદજીને ( Naradji ) પૂછ્યું:-મારા સ્વામી કયાં છે? તમે કંઈ જાણો છો? નારદજીએ કહ્યું, મે સાંભળ્યું છે કે
સૂતળપાતાળમાં બલિના દ્વારે પહેરો ભરે છે. બલિ પાસે દાન લેવા ગયા એટલે બંધનમાં પડયા છે. સર્વસ્વનું દાન લીધું છે. એટલે
ઋણી બન્યા છે.
લક્ષ્મીજી સૂતળપાતાળમાં આવ્યા છે. ઘરમાં ઠાકોરજીને પધરાવશો તો લક્ષ્મીજી ( Lakshmiji ) પાછળ પાછળ, વગર આમંત્રણે
આવશે. ભગવાન જ્યાં હોય ત્યાં લક્ષ્મીજી આવે છે.
જેના ઘરને નારાયણ ( Narayan ) પહેરો ભરે, બિરાજે તેને ત્યાં લક્ષ્મીજી વગર આમંત્રણે આવે, તો તેમાં શું આશ્ર્ચર્ય. માટે લક્ષ્મીની
પાછળ નહિ. પ્રભુની પાછળ પડો. નારાયણની આરાધના કરશો, તો લક્ષ્મી એની મેળે આવશે.
લક્ષ્મીજીએ બ્રાહ્મણ પત્નીનો વેશ લીધો. લક્ષ્મીજીએ બલિરાજાને કહ્યું, હું તમારી ધર્મની બહેન છું. જગતમાં મારે કોઈ
ભાઈ નથી, તમારે કોઇ બહેન નથી. આજથી હું તમારી ધર્મની ભગિની. તમે મારા ધર્મના ભાઈ, બલિને આનંદ થયો. બલિરાજાએ
પ્રણામ કર્યા. મને એક દુ:ખ હતું કે જગતમાં મારે કોઈ બહેન નથી. માતાજીની પધરામણી થઈ ત્યારથી ગામ સુખી થયું છે. બધાને
આનંદ હતો. પણ માતાજીને આનંદ ન હતો. મારા નાથ લાકડી લઈ સિપાઈની જેમ પહેરો ભરે છે.
શ્રાવણ મહિનો આવ્યો. લક્ષ્મીજીએ પૂર્ણિમાના દિવસે બલિરાજાને કહ્યું, આજે હું તમારા હાથે રક્ષા બાંધીશ. લક્ષ્મીજીએ
રાખડી બાંધી. બલિરાજા પ્રણામ કરે છે. મારે બહેનને હવે કંઈક આપવું જોઈએ. બલિરાજાએ માતાજીને કહ્યું. તમારી જે ઈચ્છા હોય
તે માંગો. જરા પણ સંકોચ રાખશો નહિ.
લક્ષ્મીજીએ કહ્યું:- મને માંગતા સંકોચ થાય છે.
બલિરાજા કહે:-તમારે ત્યાં ન હોય, તે માંગી લેજો.
લક્ષ્મીજીએ કહ્યું:-મારા ઘરમાં બધું છે. એક નથી મને ચેન પડતું નથી. મારે બીજું કાંઈ ન જોઇએ. આ તમારે ત્યાં જે
પહેરો ભરે છે, તે જોઇએ, તેમને તમે મુક્ત કરો. બલિરાજા પૂછે છે, તે તમારા શું સગા થાય?
લક્ષ્મીજીએ જવાબ આપ્યો, એ મારા સર્વસ્વ છે. મારા નારાયણ છે.
ત્યાં નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા.
ચતુર્ભુજ નારાયણકી જય.
શુકદેવજી ( Shukdevji ) વર્ણન કરે છે:-રાજન્, માતા મહાલક્ષ્મી નારાયણ સાથે વૈકુંઠ ધામમાં શ્રાવણ સુદ પૂર્ણિમાના રોજ પધાર્યા,
તેથી રામનુજાચાર્ય પંથના મંદિરોમાં તે દિવસે પાટોત્સવ કરવાનો રિવાજ છે.
આ રીતે લક્ષ્મીજી દાન લઈને બંધનમાં પડેલા પ્રભુને છોડાવે છે.
તેથી તો ભગવાન બ્રહમાજી ( Brahmaji ) ને કહે છે:-
બ્રહ્મન્ યમનુગૃહ્ણામિ તદ્વિશો વિધુનોમ્યહમ્ ।
યન્મદ: પુરુષ: સ્તબ્ધો લોકં માં ચાવમન્યતે ।।
બ્રહ્માજી! હું જેના ઉપર કૃપા કરું છું, તેનું ધન હરી લઉ છું. કેમકે ધનને લીધે પુરુષ મદવાળો, અભિમાની બને છે. તેમજ
મારું અને લોકોનું અપમાન કરવા લાગે છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૩૮
તેથી પ્રહલાદજીએ ( Prahladji ) ભગવાનને કહેલું કે મારા પૌત્ર બલિને આપે ઈન્દ્રપદ આપ્યું અને ફરીથી તેની પાસેથી ઇન્દ્રપદ લઇ
લીધું. સ્વર્ગનું રાજય લઈ લીધું અને તેને લક્ષ્મીથી ભ્રષ્ટ કર્યો. તે તેમના ઉપર કૃપા કરવાને માટે જ.
પિતૃ તિથિના દિવસે આ વામન ચરિત્રનો પાઠ કરવામાં આવે તો, પિતૃઓને સદ્ગતિ મળે છે.
હવે શરણાગતિની કથા શરૂ થાય છે. જવું છે રાસલીલામાં. વાસનાનું આવરણ હોય તો શ્રીકૃષ્ણનું મિલન થતું નથી.
વાસનાનો નાશ કરવા ચાર ઉપાયો બતાવ્યા છે.
શ્રીમહાપ્રભુજીએ કહ્યું છે:-ભગવત શરણે છું એવું સતત સ્મરણ રહે. એ જ સિદ્ધપુરુષ છે.
સિદ્ધિ: જ્ઞાનં સસ્મૃતિ ।
પરીક્ષિત રાજા પ્રશ્ર્ન કરે છે:-રાજન્! ભગવાનનાં કર્મ ઘણાં અદ્ભુત છે. તેમણે એકવાર મત્સ્યાવતાર લીધો હતો. આવા
તમો ગુણી નિંદનીયયોનિમાં ભગવાને અવતાર કેમ લીધો. તે મને કહો.
ભગવાને કહ્યું એકવાર રાજર્ષિ સત્યવ્રત, કૃતમાલા નદીના કિનારે તપશ્ચર્યા કરતા હતા. ત્રિવેન્દ્રમથી દૂર આ નદી છે.
તેઓએ અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી. એકવાર તેઓ નદીમાં ઊભા રહી જલતર્પણ કરતા હતા.
ઋષિતર્પણથી બુદ્ધિ શુદ્ધ થાય છે. ભારત દેશ ધર્મપ્રધાન છે. ઋષિઓનું સ્મરણ કરતાં, તેમના દિવ્ય સંસ્કારો
આપણામાં ઊતરી આવે છે. આજે તો શિક્ષણમાં ધર્મનુ સ્થાન રાખ્યું નથી. જલતર્પણ કરતાં એક વખતે મનુમહારાજના હાથમાં
માછલો આવ્યો. તેને તેમણે છોડી દીધો.
માછલાએ કહ્યું:-તમારા હાથમાં આવ્યો, એટલે તમારા શરણે આવ્યો છું. મોટા માછલાં મને મારી નાંખશે. મારું રક્ષણ
કરો. રાજાએ તેને કમંડલમાં રાખ્યો. ત્યાં તે મોટો થયો. માછલો કહે કે મને વિશાળ જગ્યામાં રાખો. ત્યાં પણ વિશાળ સ્વરૂપ
ધારણ કર્યું. સત્યવ્રતને આશ્ર્ચર્ય થયું છે. માછલો સાધારણ નથી. કોઈ મહાન લાગે છે.