News Continuous Bureau | Mumbai
મુંબઈમાં લગભગ 1,48,224 જેટલા સાર્વજનિક શૌચાલયો આવેલા છે. આ શૌચાલયોની સાફસફાઈ વર્ષમાં બે વખત થવી આવશ્યક છે. પંરતુ પાલિકા પાસે રહેલા અપૂરતા માનવબળ અને સ્લડઝ ડિવોટરિંગ વાહનની ઓછી સંખ્યાને કારણે શૌચાલયોની ટાંકીઓની સાફસફાઈ નિયમિત સ્તરે કરવામાં આવતી નથી. તેથી અનેક વખત આ સાર્વજનિક શૌચાલયોની ગટર ગેસ ચેમ્બર બની જતી હોય છે.
મુંબઈમાં સ્વચ્છ બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અનેક જગ્યાએ સાર્વજનિક શૌચાલયો બાંધવામાં આવી રહ્યા છે. જોકે શૌચાલયની સંખ્યાની સામે જે-તે પરિસરમાં મળનો નિકાલ કરવા માટે પાઈપલાઈનનું નેટવર્ક ઉપલબ્ધ નથી. આવા પરિસરમાં શૌચાલયનું જોડાણ સ્યુએજ લાઈનની ટાંકીમાં કરવામાં આવ્યું છે. આ ટાંકીઓની સાફ સફાઈ પાલિકા તરફથી મલનિસારણ વાહનો પૂરા પાડવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ મહાનગરપાલિકાની તિજોરી છલકાઈ, પ્રોપર્ટી ટેક્સના અધધ આટલા હજાર કરોડ રૂપિયા થયા જમા, જાણો વિગતે
અનેક શૌચાલયો ગીચ વસ્તી ધરાવતા સાંકડી ગલીઓમાં ઉભા કરવામાં આવ્યા છે. આવા સ્થળે પાલિકાના આ વાહનો સાફસફાઈ માટે પહોંચી શકતા નથી. નિયમથી વિરુદ્ધ જૂની પદ્ધતિ પ્રમાણે મનુષ્યને પણ તેમાં ઉતારી શકાતા નથી. તેથી સફાઈના અભાવે આ ટાંકીઓ ગેસની ચેંબર બની જતી હોય છે.
થોડા સમય પહેલા જ કાંદિવલીમાં સાર્વજનિક શૌચાલયની મળટાંકીઓ સાફ કરવા માટે કોન્ટ્રેક્ટરના માણસો તેમાં ઉતર્યા હતા, તેમાં ગેસને કારણે શ્વાસ ગૂંગળાઈ જવાથી તેમના મોત થયા હોવાની દુર્ઘટના બની હતી.
હાલ પાલિકાના ઘનકચરા વિભાગ દ્વારા મુંબઈની તમામ મળટાંકીનો સર્વેક્ષણ કરીને અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સર્વેક્ષણનો અહેવાલ આવ્યા બાદ બહુ જલદી તેના પર નિર્ણય લેવામાં આવશે. એવું પાલિકાના અધિકારીઓનું કહેવું છે. હાલ દક્ષિણ મુંબઈમાં 3324 મળટાંકીઓ છે, તેની સામે પશ્ચિમ ઉપનગરમાં 1,15,044 મળટાંકીઓ છે, તો પૂર્વ ઉપનગરમાં 44,376 ટાંકીઓ છે.