ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑગસ્ટ, 2021
શનિવાર
મુંબઈ શહેરમાં ચાર જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાના ફોન કોલ કરવા સંદર્ભે મુંબઈ પોલીસે ઘટના થયાના માત્ર અમુક કલાક માં જવાબદાર વ્યક્તિ ઓની ધરપકડ કરી લીધી છે. મુંબઈ પોલીસે આ સંદર્ભે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ બંને વ્યક્તિઓએ પોલીસ સામે કબૂલાતનામું આપ્યું છે કે તેમણે ગતરાત્રે દારૂ પાર્ટી કરી હતી ત્યારબાદ મગજ પર કાબૂ ગુમાવવાને કારણે તેમણે આવો કોલ કર્યો હતો.
આ સંદર્ભે પોલીસે બંને વ્યક્તિઓની અટકાયત કરી છે અને હવે તેમના પર કેસ ચાલશે.