News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai) જ નહીં પણ દેશભરના લોકોને મફત અને ઉચ્ચ દરજ્જાની સારવાર આપવા માટે મુંબઈ મહાનગરપાલિકાની(BMC) સાયન હોસ્પિટલ (Sion Hospital)જાણીતી છે. મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત સાયન હોસ્પિટલમાં મંગળવારે બે નવા ઓપરેશન થિયેટર(Operation Theater) શરૂ કરવામાં આવ્યા છે. આ ઓપરેશન થિયેટર ને કારણે દર્દીને(Patients) આપવામાં આવતી વૈદ્યકીય સેવાનું(Medical service) ધોરણ હજી ઉપર જશે એવો દાવો પાલિકાના એડિશનલ કમિશનર(Additional commissioner) સુરેશ કાકાણીએ (Suresh kakani) સર્જરી(Surgery) અને હોલના ઉદ્ઘાટન દરમિયાન કર્યો હતો.
લોકમાન્ય તિળક હોસ્પિટલ(Lokmanya Tilak Hospital) અને મેડિકલ કોલેજની(Medical college) મંગળવારે 75મી વર્ષગાંઠ નિમિત્તે આ વિભાગો નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઓપરેટિંગ થિયેટરમાંથી એક અંગ પ્રત્યારોપણ માટે છેતો બીજા ઓપરેટિંગ રૂમનો ઉપયોગ પેટની વિકૃતિઓ સંબંધિત સર્જરી માટે કરવામાં આવશે. આ દરમિયાન જાણીતા ઓબેસીટી(Obesity) સર્જન(Surgeon) ડો.સંજય બોરૂડેએ ઓબેસીટી મેનેજમેન્ટ અને બેરીયાટ્રીક સર્જરી વિશે માહિતી પણ આપી હતી.
આ સમાચાર પણ વાંચો : ટ્રેનમાં ભીડ ને કારણે પડીને જખમી થયા તો રેલવેએ આપવું પડશે વળતરઃ હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો. જાણો વિગતે.
આ દરમિયાન ડો.જગન્નાથ દીક્ષિતે બદલાતી જીવનશૈલીમાં આહારનું મહત્વ સમજાવ્યું હતું અને ડાયાબિટીસ જેવા રોગને દૂર કરવા માટે આહાર, આહાર અને આહારમાં કેવા ફેરફારો કરવા જોઈએ તે સમજાવ્યું હતું.