News Continuous Bureau | Mumbai
કાંદિવલી(Kandivali)માં એકતાનગર(Ekta Nagar)માં મુંબઈ મહાનગરપાલિકા (BMC)સંચાલિત સાર્વજનિક શૌચાલય સાફ કરવા ઉતરેલા ત્રણ મજૂરોને શ્વાસ ગૂંગળાઈ જવાની તકલીફ થતા હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા. ત્રણેયની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
કાંદીવલીમાં 20 દિવસની અંદર જ શૌચાલયની ટાંકી સાફ કરવા ઉતરેલા મજૂરો સાથે આવી બીજો બનાવ બન્યો છે, જેમાં બુધવારે બપોરના એકતા નગરમાં શૌચાલય સાફ કરવા માટે ત્રણ મજૂરો ઉતર્યા હતા. થોડા સમયમા જ સેપ્ટીક ટેંક(septik tank)માં અંદર રહેલા ઝેરી વાયુને કારણે ત્રણ મજૂરો ગૂંગળાઈને બેહોશ થઈ ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : આખરે મુંબઈ મહાનગરપાલિકાના પ્રશાસક કામે લાગ્યા, વિકાસને લગતા આટલા પ્રસ્તાવ કર્યા મંજૂર; જાણો વિગતે
ત્રણેય મજૂરોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા અને નજીકની ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણેયની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ પ્રકરણમાં કેસ નોંધ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે 20 દિવસ અગાઉ આ મુજબ જ સેપ્ટીક ટેંક સાફ કરવા ઉતરેલા ત્રણ મજૂરોના ગૂંગળાઈ જવાથી મોત થયા હતા. પોલીસે આ કેસમાં કોન્ટ્રેક્ટરની ધરપકડ પણ કરી હતી.
