News Continuous Bureau | Mumbai
મુંબઈ પોલીસ(Mumbai)ની ઇકોનોમિક ઓફેન્સ વિંગ(Economic Offence Wing) 2010 અને 2020 ની વચ્ચે મુંબઈના રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ (ROC)માં નોંધાયેલી 34 ભારતીય કંપનીઓની(Indian Companies) તપાસ કરી રહી છે, જેમાં વિદેશી નાગરિકો(Foreign Citizen) કથિત રીતે છલથી ડિરેક્ટર અને માલિક બન્યા હતા. આ કંપનીઓની રાજ્યમાં વિવિધ ભાગોમાં ઓફિસો આવેલી છે.
“ભારતીય કંપની(Indian Company)માં ડિરેક્ટર તરીકે વિદેશીની નિમણૂક કરવી એ લાંબી પ્રક્રિયા છે. જો કે, ભારતીય ડિરેક્ટરો(directors) સાથે કંપનીઓ બનાવીને અને બાદમાં વિદેશીઓને ડિરેક્ટર તરીકે સામેલ કરીને, દરેક આરોપીની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી હોવાનું ઇકોનોમિક ઓફેન્સ વિંગના એક અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું.
"કંપનીના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયેલા ભારતીયોએ પાછળથી રાજીનામું(Resignation) આપ્યું હતું અને વિદેશીઓને ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને મોટાભાગના શેર પણ તેમના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : ઘા ભેગો ઘસરકો. ઈંધણના ભાવ વધ્યા પછી આ મહિને મુંબઈમાં લોકોનું વીજળીનું બિલ પણ વધારે આવશે. આ છે કારણો..
તમામ 34 કેસમાં 30થી પણ વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA), 30 કંપની સેક્રેટરી (CS) અને કંપનીના ડાયરેકટરોનો આરોપી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. CA અને CS પર એવો આરોપ છે કે તેઓએ બીજા આરોપીએ સાથે કંપની બનાવીને પછી તેમાં ભારતીય ડાયરકેટરોને સ્થાને વિદેશી નાગરિકોને ડાયરેક્ટર તરીકે બેસાડી દીધા હતા. અત્યાર સુધી પાંચ ડઝન વિદેશીઓ સાથે મળીને કુલ 150 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.