News Continuous Bureau | Mumbai
ઈંધણ(Fule), સીએનજી(CNG) સહિતના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય નાગરિક(Common man) પહેલાથી મોઁધવારીનો(Inflation) માર સહન કરી રહ્યા છે. તેમાં હવે આ મહિને વીજળીના બિલ(Electricity Bill)માં પણ ધરખમ વધારો થવાની શક્યતા નિર્માણ થઈ છે. તેથી ખિસ્સાને હજી ફટકો પડવાની શક્યતા છે.
વીજળીના ઉત્પાદન(Electricity Production)માં ઘટાડો થયો હોવાથી ભરઉનાળામાં પહેલાથી લોડ શેડિંગ(Load Shading)નું સંકટ માથા પર છે, તેમાં હવે વીજ ગ્રાહકો પર વધારાના બિલનો ભાર આવવાનો છે. આ મહિનામાં ગ્રાહકે(Customer) વધારાની ફિક્સ ડિપોઝીટ(FD) પણ ભરવી પડવાની હોઈ તેની રકમ સહિત વીજળી બિલ(Electricity Bill)ની રકમના બિલ સાથે લોકોને મળવાનું ચાલુ થઈ ગયું છે. વર્ષના બે મહિનાનું સરેરાશ વીજ વપરાશ અનુસાર ફિક્સ ડિપોઝિટની રકમ ભરવી પડે છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાને મળ્યું નવું પર્યટન સ્થળઃ ગિરગાંવ ચોપાટીની વ્યુવિંગ ગેલેરીમાંથી જોવા મળશે દક્ષિણ મુંબઈનો ભવ્ય નજારો જાણો વિગતે
વીજ ગ્રાહકો પાસેથી બિલ અનુસાર ફિક્સ ડિપોઝિટ વસૂલવામાં આવે છે. અત્યાર સુધી એક મહિનાની ફિક્સ ડિપોઝિટ લેવામાં આવતી હતી. આર્થિક વર્ષના પહેલા મહિનામાં તે વસૂલવામાં આવે છે. પરંતુ હવેથી રકમ બે મહિનાની ભરવી પડવાની છે.
આ મહિનાના બીલ ની સાથે જ ફિક્સ ડિપોઝિટની રકમ ભરવી પડવાની છે. વર્ષની કુલ વીજળીના વપરાશનો સરેરાશના હિસાબ મુજબ ફિક્સ ડિપોઝિટની રકમ આવશે.