News Continuous Bureau | Mumbai
મુંબઈગરા(Mumbaikar)ને જ નહીં પણ મુંબઈ ફરવા આવનારા પર્યટકો(Tourist)ને પણ હવે એક નવું પર્યટન સ્થળ(Tourist place) ઉપલબ્ધ થઈ ગયું છે, જયાંથી અરબી સમુદ્ર(arabian sea)ના ઉછળતા મોજાની થપાટ વચ્ચે મરીન લાઈન્સ(Marine lines)નો ક્વીન નેકલેસ(Queen necklace) અને દક્ષિણ મુંબઈ(south bombay)નો અદભુત નજારો માણવા મળવાનો છે.
મુંબઈ(Mumbai)માં ગિરગાંવ ચોપાટી(Girgoan chowpatty) પર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)ના હસ્તે રવિવારે વ્યુવિંગ ગૅલેરી(Viewing gallery)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લગભગ એક સદી બાદ મુંબઈ(Mumbai)ને આવું અદભૂત પર્યટન સ્થળ મળ્યું છે. મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ ગિરગાંવ ચોપાટી (Girgoan chowpatty) પર ઉત્તરના છેડા પર અને નેતાજી સુભાષ માર્ગ પાસે વરસાદી પાણીનો દરિયામાં નિકાલ કરનારી સ્ટોર્મ વોટર ડ્રેનેજની પાઈપલાઈન ના આઉટફોલ પર ૪૮૩ ચોરસ મીટર આકારની વ્યુવીંગ ગૅલેરી બાંધી છે. ગૅલેરીનું કામ ૩ સપ્ટેમ્બર ૨૦૨૧થી ચાલુ કરીને માત્ર આઠ મહિનાના વિક્રમી સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : તમારો મોબાઈલ બેસ્ટની બસમાં ખોવાઈ ગયો છે? તો અહીં તપાસ કરજો.. જાણો વિગતે
દરિયામાં આવતી ભરતી-ઓટ અને મોજાની ઊંચાઈ અને દબાણ જેવી બાબતનો વિચાર કરીને આ ગૅલેરી બાંધવામાં આવી છે. આ વ્યુવિંગ ડેક પરથી એક જ વખતમાં ૫૦૦ પર્યટકો ઊભા રહીને દક્ષિણ મુંબઈનું સૌંદર્ય માણી શકશે.