ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 સપ્ટેમ્બર 2020
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ લગભગ 34 જેટલી નાગરિક શાળાઓ કે જેનો ઉપયોગ કોવિડ -19 ક્વોરેન્ટાઇન સેન્ટર તરીકે થતો હતો તે શિક્ષણ વિભાગને પાછી સોંપી દીધી છે.
બીએમસીના શિક્ષણ વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા આંકડા મુજબ, કેસોમાં ક્રમશ: ઘટાડો થતાં, પ્રત્યેક વોર્ડ દીઠ માત્ર 2 શાળાઓમાં ક્વોરેન્ટાઇન સેન્ટર્સ ચાલુ રાખી બાકીની બંધ કરવામાં આવી છે. આ શાળાઓ ફરી શરૂ થાય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય તે માટે આ શાળાઓનું સેનિટાઈઝેશન અને સાફ સફાઈ કરી પણ કરવામાં આવી છે..
જો કે , રાજ્ય સરકારે શાળાઓ ફરી શરૂ કરવા માટે સુધારેલી સમયરેખા અંગે નિર્ણય લેવાનો બાકી છે..(અગાઉની યોજના મુજબ જુલાઈમાં તે ખોલવામાં નિષ્ફળ થયા પછી), હાલ રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ સરકારી શાળાઓમાં હાલ આ અંગે નિર્ણય લેવાનો બાકી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…