Mumbai Rain : ઠાકુર્લી કલ્યાણ સ્ટેશન વચ્ચે બની એક હૃદયદ્રાવક ઘટના, ચાર મહિનાનું બાળક હાથમાંથી સરકી ગયું અને… જુઓ આ વિડીયો..

4-month-old baby slips from father's hand, drowns in nullah during long train delay

News Continuous Bureau | Mumbai
Mumbai Rain : મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે મધ્ય રેલવેની સેવા ખોરવાઈ ગઈ હતી. અંબરનાથ લોકલ બંધ થવાને કારણે ઠાકુર્લી અને કલ્યાણ વચ્ચે અંબરનાથ લોકલ લગભગ 2 કલાક રોકાઈ હતી. તેથી ઘણા પ્રવાસીઓ કલ્યાણ તરફ ચાલવા લાગ્યા. દરમિયાન એક કમનસીબ ઘટના બની હતી.

ચાર માસનું બાળક પિતાના હાથમાંથી છૂટી ગયું

પ્રવાસીઓમાં એક મહિલા તેની ચાર મહિનાની પુત્રી અને તેના પિતા ટ્રેનમાંથી નીચે ઉતરીને ટ્રેક પર ચાલવા લાગ્યા હતા. ત્યારે ચાર મહિનાની પુત્રી મહિલાના પિતા સાથે હતી. પરંતુ અચાનક ચાર માસનું બાળક પિતાના હાથમાંથી છૂટી ગયું અને વહેતા પાણીમાં તણાઈ ગયું હતું.

જુઓ વિડીયો

પ્રાપ્ત માહિતી અનુસાર, બાળકની માતા જે ભિવંડીની રહેવાસી છે. તે તેના પિતા અને 4 મહિનાની પુત્રી સાથે મુંબઈથી ભિવંડી જવા નીકળી હતી. વરસાદને કારણે ઠાકુર્લી અને કલ્યાણ વચ્ચે ટ્રેન લાંબા સમય સુધી રોકી રાખવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Commonwealth Game: અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે બિડ મંગાવી શકે છે..

ટ્રેક પરથી પસાર થતી વખતે અકસ્માત સર્જાયો હતો

મહિલા તેના પિતા સાથે ટ્રેનમાંથી નીચે ઉતરી કલ્યાણ તરફ જઈ રહી હતી. 4 મહિનાની પુત્રી તેના દાદા પાસે હતી. ટ્રેક પરથી પસાર થતી વખતે મહિલાના પિતાનો પગ ગટર પાસે ફસાઈ ગયો અને અચાનક જ બાળકીના હાથમાંથી સરકીને નદીમાં પડી ગઈ.

બાળકની શોધ શરૂ

કલ્યાણ રેલ્વે પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બાળકીની શોધખોળ કરી રહી છે.