News Continuous Bureau | Mumbai
મુંબઈમાં દિવસેને દિવસે વધુ ગણેશભક્તો(Ganesha devotees) પોતાની બાપ્પાની મૂર્તિનું વિસર્જન(Ganesh Murti Visarjan) ઈકો ફ્રેન્ડલી પદ્ધતિએ(Eco friendly method) કરવાનું પસંદ કરી રહ્યા છે. ગુરુવારે મુંબઈમાં દોઢ દિવસના ગણપતિના વિસર્જન(Ganesh Visarjan) દરમિયાન 40 ટકા ગણેશમૂર્તિના વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવામાં આવ્યા હતા.
કુદરતી પાણીના સ્ત્રોત(Natural water sources) ગણાતા તળાવોમાં પ્લાસ્ટર ઓફ પેરિસનું(Plaster of Paris) મૂર્તિઓ વિસર્જનને કારણે તળાવોમાં રહેલા જળજીવોને નુકસાન થાય છે અને પર્યાવરણને પણ નુકસાન થાય છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) મુંબઈમાં ગણેશમૂર્તિના વિસર્જન માટે વર્ષોથી આર્ટિફિશ્યલ લેક (Artificial lake ) ઉભા કરતી આવી છે. તેમાં ગણેશભક્તોને તેમની મૂર્તિનું વિસર્જન કરવાની અપીલ કરતી હોય છે. મુંબઈગરાને પણ પાલિકાનો આ કોન્સેપ્ટ પસંદ પડી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ગણેશ દર્શન સાથે નજર પાલિકા ચૂંટણી પર- કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મુંબઈની મુલાકાતે- આ પ્લાન મૂકશે અમલમાં
ગુરુવારે દોઢ દિવસના ગણપતિનું વિસર્જન હતું. મોટી સંખ્યામા ઘરના ગણપતિમૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મુંબઈ મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા મુજબ મોડી સાંજ સુધીમાં 34,122 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, તેમાથી 40 ટકા એટલે કે 13,362 મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવામાં આવ્યું હતું. ગુરુવારના મોટાભાગના ઘરના ગણપતિનું વિસર્જન થયું હતું. લગભગ 33,962 ગણેશમૂર્તિ ઘરના ગણપતિની હતી. જ્યારે બાકીની સાર્વજનિક અને હરતાલિકાની મૂર્તિઓ હતી.