મુંબઈગરા છે કે સુધરવાનું નામ લેતા નથી!! એક મહિનામાં જ હેલ્મેટ વગર આટલા લોકો પકડાયા.. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai  

હેલ્મેટ વગર ટુ વ્હીલર(two wheeler vehicle) અને કારણ વગર હોર્ન(horn) વગાડનારા સામે મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai traffic police) ઝુંબેશ હાથ ધરી છે. પોલીસની વારંવારની ચેતવણી(Warning) બાદ પણ મુંબઈગરા(Mumbaikars) છે કે સુધરવાનું નામ લેતા નથી. મુંબઈમાં છેલ્લા એક મહિનામાં જ હેલ્મેટ વગર 56,498 લોકો સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા છે.

રસ્તા પર ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. પોલીસ વારંવાર લોકોને ચેતવણી આપે છે, છતાં છેલ્લા એક મહિનામાં 56,498 લોકો હેલ્મેટ વગર સીસીટીવીમાં ઝડપાઈ ગયા છે. તેમાંથી વારંવાર નિયમનો ભંગ કરનારા 5,441 ટુ-વ્હીસર ચાલકોના લાઇસન્સ રદ કરવા માટે આરટીઓને મોકલવામાં આવ્યા હોવાનું મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ મીડિયા હાઉસને જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : ઓનલાઇન ફ્રોડથી કેવી રીતે બચશો? વધતા ઓનલાઈન ફ્રોડ સામે અવેરનેસ લાવવા બોરીવલી પોલીસે લીધા ક્લાસ… 

શહેરમાં અનેક જગ્યાએ સીસીટીવી(CCTV) બેસાડવામાં આવ્યા છે. આ સીસીટીવી કેમેરા(camera)માં હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવનારા અને કારણ વગર હોર્ન વગાડતા, સિગન્લ જપિંગ જેવા કેસમાં પોલીસને સારી એવી સફળતા મળી છે.

પોલીસે હાથ ધરેલી ઝુંબેશ હેઠળ કારણ વગર હોર્ન વગાડનારા 4,668 વાહન ચાલકો સામે ગુનો નોંધાયા છે. સિગ્નલ તોડવાના લગભગ સાડા ત્રણ લાખ કેસ નોંધાયા છે. ઓવર સ્પીડે વાહન ચલાવનારા સવા લાખ લોકોને દંડવામાં આવ્યા હતા.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!